ગુજરાત રાજ્ય પાકિસ્તાનનો હિસ્સો નથી, જાણો- કેમ ફડણવીસે આપ્યું આ નિવેદન?
ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના વેદાંત-ફોક્સકોન સેમી કંડક્ટર પ્રોજેક્ટને ટેકો આપતાં થઈ રહેલી ટીકા ટિપ્પણીની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પડોસી રાજ્ય ગુજરાત પાકિસ્તાનનો ભાગ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહરાષ્ટ્રની ભૂતપૂર્વ મહા વિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં કોઈ પણ સબસિડી લેવા માટે 10 ટકા કમિશન આપવું પડતું હતું.
About #VedantaFoxconn…
वेदांता-फॉक्सकॉनच्या संदर्भात…
(लघू उद्योग भारती, महाराष्ट्र प्रदेश अधिवेशन मुंबई दि. 16 सप्टेंबर 2022)@lubindia pic.twitter.com/d8GrfM1IQC— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 16, 2022
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું નામ દીધા વગર તેમણે પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું કે ઠાકરે સરકારે રાજ્યમાં રિફાઈનરી જેવા મોટા પ્રોજેક્ટોનો વિરોધ કર્યો હતો. આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની તુલનાએ 10 વર્ષ આગળ જઈ શકે તેમ હતી.
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જૂનના અંતમાં નાયબ મુખ્યમંત્રી બનતાં જ તેમણે વ્યક્તિગત રીતે વેદાંતાના અધ્યક્ષ અનિલ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી અને મહારાષ્ટ્રે કંપની સામે ગુજરાતની બરોબર પ્રસ્તાવ મૂક્યો હતો, પણ ગુજરાતમાં સેમી કંડક્ટર એકમ સ્થાપવાનો નિર્ણય અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો હતો.
જ્યારે મહા વિકાસ આઘાડી સત્તામાં હતી. ત્યારે, સીધા મૂડીરોકાણ લાવવાને મામલે મહારાષ્ટ્ર ગુજરાત કરતાં પાછળ હતું. આગામી બે વર્ષોમાં અમે મહારાષ્ટ્રને ગુજરાત કરતાં આગળ લઈ જઈશું.
આ પહેલાં શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંત પર બે પ્રોજેક્ટોને ગુમાવવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે માત્ર સરકારની નિષ્ફળતા અને અજ્ઞાનતાને કારણે મહારાષ્ટ્રે લાખો નોકરીઓ ગુમાવી છે.