ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગૌશાળા સંચાલકોએ ગાયનો મુખવટો પહેરી કેક કાપી પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને સરકાર જલ્દી ગાયોને સહાય ચૂકવે તેવી માંગ કરી હતી. ડીસામાં ગૌશાળા સંચાલકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સરકારે 500 કરોડની સહાય જાહેરાત કર્યા બાદ હજુ સુધી સહાયની રકમ ચૂકવી નથી.

વારંવાર રજૂઆત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળા સંચાલકોમાં ભારે નારાજગી છે. તે દરમિયાન આજે ગૌશાળાના સંચાલકોએ ગાયનો મુખવટો પહેરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમજ સ્વર્ગસ્થ ગાયો પણ નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતી હોય અને બાકી રહેલી ગૌશાળાની ગાયોને સરકાર જીવિત રાખવા માટે તાત્કાલિક સહાય ચૂકવે તેવુ ચિત્ર તૈયાર કર્યું હતું.

પાલનપુર-Humdekhengenews
નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી રીતે કરાઈ ઉજવણી

ગૌશાળા સંચાલક જગદીશભાઈ માળી, ધર્મેન્દ્રભાઈ ફોફાણી અને રોનકભાઈ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમે જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે સરકાર માતા સમાન ગાયો માટે સહાયની જાહેરાત કર્યા બાદ ભૂલી ગયા છે. તો આ પ્રસંગે તેઓ સહાય ચૂકવવા ગુજરાત સરકારને જાણ કરે અને અમને ગાયો માટે મદદ કરે તેવી અમારી માંગણી છે.

Back to top button