ડીસામાં પર્યાવરણને બચાવવા રંગોળી પૂરી સંદેશ આપ્યો
પાલનપુર: ડીસા ખાતે કાર્યરત જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે પર્યાવરણ બચાવો સ્વચ્છતા રાખો તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને શાળામાં પર્યાવરણ બચાવવા માટે એક રંગોળી વિદ્યાર્થીનીઓ દ્વારા દોરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં જ રંગોળી દોરી દરેક વિદ્યાર્થી શાળામાં પ્રવેશતા જ આ રંગોળી જોઈ પર્યાવરણને બચાવવા માટે પ્રેરણા લે. તે માટે આ ખાસ રંગોળી દોરવામાં આવી હતી. તો બીજી તરફ સ્વચ્છતાને લઈને પણ વિદ્યાર્થીનીઓ દ્વારા રંગોળી દોરવામાં આવી હતી. જેમાં આજે પોતાનું શહેર અને ગામ સ્વચ્છ રહે તેવા ઉદ્દેશ્યથી દરેક વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાના ગુણ ઉતરે તે માટે આ રંગોળી દોરવામાં આવી હતી.
સાથો-સાથ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા પણ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવે તો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી, દરેક વિદ્યાર્થી પોતાના ગામ અને ઘરે એક એક વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણને બચાવે તે માટે પણ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાનપણથી જ પર્યાવરણ બચાવવા અને સ્વચ્છતાના ગુણ ઉતરે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂજાબેન ઠક્કર, અશોકભાઈ ચૌધરી, હીનાબેન દ્વારા આપવામાં આવ્યું હતું. તેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો: બનાસકાંઠા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી