જાટ સમાજને અનામતમાં સમાવવા ઉઠી માંગ
પાલનપુર: ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠાના ડીસામાં રહેતા જાટ સમાજને અનામતમાં સમાવવા માંગ ઉઠી છે. અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દો સમાવવા માટે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી છે.
ગુજરાતમાં જાટ સમાજની વસ્તી એકમાત્ર બનાસકાંઠાના ડીસામાં છે. ડીસા તાલુકાના લક્ષ્મીપુરા, રામપુર, શેરપુરા અને યાવરપુરના ચાર ગામડાઓમાં મુખ્યત્વે જાટ સમાજની વસ્તી વસે છે. આ સમાજને અનામતનો લાભ આપવા માટે હવે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ મુહીમ ઉપાડી છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયાએ જાટ સમાજને અનામતમાં સમાવવા માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રજૂઆત કરી છે. અને આગામી ચૂંટણી ઢંઢેરામાં જાટ સમાજને અનામત આપવાના મુદાને સમાજને અનામત આપશે તે મુદ્દાને સમાવવા રજૂઆત કરી છે. આ અંગે પોપટજી દેલવાડીયા જણાવ્યું હતું કે દેશમાં અલગ અલગ રાજ્યમાં વસતા જાટ સમાજને અલગ અલગ રીતે અનામતનો લાભ આપવામાં આવે છે. તો ગુજરાતમાં પણ તેમને લાભ મળવો જોઈએ. જે માટે તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આ મુદ્દાને ચુંટણી ના વચનમાં સમાવવા રજુઆત કરી છે.
આ પણ વાંચો: જન્મ દિવસના કાર્યક્રમમાં માતાને યાદ કરી ભાવુક થયા વડાપ્રધાન મોદી