કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ફરી એકવાર ચૂક, કાફલાની વચ્ચે પહોંચ્યા નેતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મુંબઈ બાદ હૈદરાબાદમાં પણ ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. કેન્દ્રીય મંત્રીના કાફલાની વચ્ચે ગોસુલા શ્રીનિવાસ નામનો એક વ્યક્તિએ કાફલામાં કાર ઘુસાડી હતી. પોલીસે કારનો કાચ તોડીને કાર હટાવી લીધી હતી. ગોસુલા શ્રીનિવાસ ટીઆરએસ નેતા હોવાનું કહેવાય છે. તે કહે છે કે કાર અચાનક અટકી ગઈ હતી. હું ટેન્શનમાં હતો. હું તેમની (પોલીસ અધિકારીઓ) સાથે વાત કરીશ. તેઓએ કારમાં તોડફોડ કરી હતી.
ટીઆરએસ નેતા હોવાનો દાવો
ગોસુલા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલાની સામે પોતાની કાર પાર્ક કરી હતી. સુરક્ષા, ગૃહમંત્રીની સુરક્ષામાં લાગેલા કમાન્ડોએ તેમને કાર હટાવવા માટે કહ્યું અને બાદમાં જ્યારે તેમણે ગાડી ન હટાવી તો ગાડીના કાચ તોડીને હટાવી દેવામાં આવ્યા. કાર ચાલક કહે છે કે તેની કોઈ ભૂલ નથી. તે બિનજરૂરી રીતે તણાવમાં હતા.
અગાઉ સોમવારે મુંબઈમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈમાં એક વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો. તેમણે પોતાને આંધ્રપ્રદેશના સાંસદના પીએ તરીકે રજૂ કર્યા હતા. જેને પગલે મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના હેમંત પવારની ધરપકડ કરી હતી.
તેમની પાસે ગૃહ મંત્રાલયનું ઓળખપત્ર હતું. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમના નિવાસસ્થાનની બહાર પણ જોવા મળ્યા હતા. આરોપી હેમંત પવારને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.