આપણે ત્યાં કોઈપણ સારો પ્રસંગ હોય તો ભેટમાં સોનુ આપવાનું ચલણ છે, સારી આવક થઈ હોય તો લોકો સોનાની ખરીદી કરે છે. કદાચ ભારત એવો પહેલો દેશ હશે જ્યાં ધનતેરસ, અખાત્રીજ અને પુષ્ય નક્ષત્રના અવસરે કોઈ નાના દેશની આખી ઇકોનોમી જેટલું તો ભારતમાં સોનુ ખરીદવામાં આવે છે અને એમાં પણ મહિલાઓને સોનુ સૌથી પ્રિય.
ભારતીય મહિલાઓ પાસે 22 હજાર ટન સોનુ
પરદેશી મહિલાઓને ગમતું હોય કે ન ગમતું હોય પણ ભારતીય મહિલાઓ પાસે આખા જગતમાં સૌથી વધારે સોનુ છે. ભારતીય મહિલાઓ પાસે અંદાજે 22 હજાર ટન સોનુ છે. જગતની કુલ મહિલાઓ પાસે જેટલુ સોનુ છે એમાંથી 11 ટકા સોનુ ભારતીય મહિલાઓ પાસે છે. વર્લ્ડ ગોર્લ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ભારત પછી સૌથી વધુ સોનુ રાખતી મહિલાઓ હોય તો એ અમેરિકાની છે.
ક્યા દેશની મહિલાઓ પાસે કેટલું સોનુ?
ક્યા દેશની મહિલાઓ પાસે કેટલુ સોનુ છે એ જાણી લઈએ
- ભારત- 22 હજાર ટન
- અમેરિકા – 8 હજાર ટન
- જર્મની – 3300 ટન
- ઈટાલી – 2500 ટન
- ફ્રાન્સ – 2400 ટન
- રશિયા – 2300 ટન
- ચીન – 1900 ટન
- સ્વિત્ઝરલેન્ડ -1000 ટન
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર જતાં હો, તો આ વાત ખાસ જાણી લેજો…