ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

વિશ્વની સૌથી પહેલી ફ્લાઈંગ બાઈકનું બુકિંગ શરૂ, 40 મિનિટ સુધી હવામાં રહી શકે છે, કિંમત સાંભળીને ચોંકી જશો

Text To Speech

રસ્તા પર દોડતી બાઈકને હવામાં ઉડતી જોવી ઘણું જ રોમાંચક લાગે, કેમ ખરું ને? સામાન્ય રીતે બાઈકને રસ્તા પર ચલાવવા માટે ડિઝાઈન કરાઈ છે. પરંતુ ટેક્નોલોજીના સમયમાં હવે બાઈક હવામાં પણ ઉડતી જોવા મળશે. દુનિયાની પહેલી ફ્લાઈંગ બાઈક ટૂંક સમયમાં જ જોવા મળશે. દુનિયાની પહેલી હવામાં ઉડતી બાઈકે અમેરિકામાં ડેબ્યૂ કર્યું છે. હવામાં ઉડનારી પહેલી બાઈક XTurismo એક હવોરબાઈક છે. ડેટ્રોઈટ ઓટો શોના 2022માં આ બાઈક હવામાં ઉડતી જોવા મળી. જે બાદથી આ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

વાંચોઃતમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.

કેટલી છે સ્પીડ?
દુનિયાની પહેલી ઉડતી બાઈક XTurismo  છે, જે અનોખી બાઈક 40 મિનિટ સુધી હવામાં ઉડવામાં સક્ષમ છે. જો આ બાઈકની સ્પીડની વાત કરવામાં આવે તો તે 62 માઈલ પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. મોટાભાગે ઓક્ટોબર 2021માં આ બાઈક રજૂ કરાઈ હતી. પહેલી વખત અમેરિકામાં જોવા મળેલી આ બાઈકને ‘ડાર્ક સાઈડ માટે લેન્ડ સ્પીડર’ નામ અપાયું છે.

XTURISMO 40
દુનિયાની પહેલી હવામાં ઉડતી બાઈકે અમેરિકામાં ડેબ્યૂ કર્યું છે.

શું છે બાઈકની કિંમત?
હવામાં ઉડતી દુનિયાની પહેલી બાઈક Xturismoને જાપાનની AERWINS Technologiesએ ડેવલપ કરી છે, આ કંપની એર મોબેલિટી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરે છે. કંપનીએ જાપાનમાં જ XTURISMOને તૈયાર કર્યું છે. એરવિન્સ ટેક્નોલોજીના સંસ્થાપ, ડિરેક્ટર શુહેઈ કોમાત્સુએ આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2023 સુધીમાં આ બાઈકને અમેરિકાની માર્કેટમાં લોન્ચ કરાશે. જો XTURISMOની કિંમતની વાત કરવામાં આવે તો હાલ તેને 770,000 અમેરિકી ડોલરમાં વેચાશે.

XTURISMO 40
હવામાં ઉડતી દુનિયાની પહેલી બાઈક Xturismoને જાપાનની AERWINS Technologiesએ ડેવલપ કરી છે.

આ પ્રકારની છે ડિઝાઈન
બાઈકની ફ્યૂચરિસ્ટિક ડિઝાઈન બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઈડરને સુરક્ષિત રાખવા માટે તેમાં અનેક પ્રકારના સેન્સર લગાડવામાં આવ્યા છે. હાલ આ સિંગલ રાઈડર બાઈક છે. XTURISMOની ડિઝાઈનની વાત કરવામાં આ તો, તેની બોડી બાઈક જેવી દેખાય છે. સાથે તે હેલિકોપ્ટરની જેમ જ હવામાં ઉડાન ભરે છે, સેફ લેન્ડિંગ માટે સ્કિડ લગાડવામાં આવ્યા છે.

XTURISMO 40
બાઈકની ફ્યૂચરિસ્ટિક ડિઝાઈન બે વર્ષથી ડેવલપ કરવામાં આવી રહી છે. રાઈડરને સુરક્ષિત રાખવા માટે તેમાં અનેક પ્રકારના સેન્સર લગાડવામાં આવ્યા છે.

આ બાઈક ખરીદવા આ વસ્તુ જરૂરી
હવામાં ઉડતી પહેલી બાઈક XTURISMOને એરવિન્સ ટેક્નોલોજીસના સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓર્ડર કરી શકાય છે. આ હાલ લિમિટેડ એડિશનમાં જ ઉપલબ્ધ છે. આ બાઈક રેડ, બ્લૂ અને બ્લેક કલરમાં મળશે. આ બાઈકને ખરીદવા માટે 6 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડશે.

Back to top button