અમદાવાદચૂંટણી 2022

અમદાવાદઃ મેડિકલ કોલેજના નવા નામકરણનો વિપક્ષ દ્વારા વિરોધ

Text To Speech

અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત L.G મેડિકલ કોલજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલજ રાખવાનો નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. AMCની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં તાકીદના એજન્ડામાં એલ.જી.હોસ્પિટલ ખાતે ચલાવવામાં આવી રહેલી AMC મેટ મેડીકલ કોલેજનું નામ બદલી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ રાખવા દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.આ દરખાસ્ત સામે AMC વિપક્ષ નેતા અન્ય કોર્પોરેટરો અને કાર્યકરો સાથે AMC મેટ મેડીકલ કોલેજ પર પહોંચ્યા હતા.જયાં મેડીકલ કોલેજની અંદર અને બહારના ભાગમાં સરદાર પટેલ મેડીકલ કોલેજ એવા બેનર લગાવી સ્ટેન્ડીંગ કમિટીમાં મેડીકલ કોલેજનું નામ બદલવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો.આઝાદીના લડવૈયા અને AMCના પ્રમુખ રહેલા એવા સરદાર સાહેબનું ભાજપે અપમાન કર્યુ હોવાનું વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો હતો.

Sardar Patel Medical College
Sardar Patel Medical College

 

AMCની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રિયા આપતા કહયું કે, AMC સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓની ઉત્તરોતર વધતી સંખ્યાને ધ્યાનમાં લઈ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્રભાઈએ મેડીકલ કોલેજની સ્થાપના કરવાનો વિચાર રજૂ કરતા વર્ષ-2009માં એ.એમ.સી.મેટ મેડીકલ કોલેજની તેમના હસ્તે સ્થાપના કરવામાં આવી હતી.વર્ષ-2009માં 150 એમ.બી.બી.એસ.બેઠક સાથે શરુ થયેલી આ કોલેજમાં હાલમાં MBBSના 200 અને એમ.ડી.-એમ.એસ.ના 170 વિદ્યાર્થીઓએ એડમીશન મેળવેલ છે. 14 સપ્ટેમ્બરે એ.એમ.સી.મેટ મેડીકલ કોલેજની એકઝીકયુટીવ કમિટીની મળેલી બેઠકમાં કોલેજને PM નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

સવારે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો સાથે મણીનગરના એલ.જી.હોસ્પિટલ કેમ્પસમાં આવેલ એએમસી મેટ મેડીકલ કોલેજ ખાતે પહોંચી ગયા હતા. જયાં તેમણે મેડીકલ કોલેજની બહાર અને અંદરના ભાગમાં સરદાર પટેલ મેડીકલ કોલેજ એવા બેનર લગાવી કોલેજના નવા નામકરણનો વિરોધ કર્યો હતો.વિપક્ષ નેતાએ પ્રતિક્રીયા આપતા કહયું,જયારે-જયારે પણ ચૂંટણીનો સમય આવે છે એ સમયે ભાજપ નામકરણની પ્રવૃત્તિમાં લાગી જાય છે. ખરેખર તો દર્દીઓને સઘન સારવાર મળે એ માટેના પ્રયાસ કરવા જોઈએ.

3 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ PM યુનિટ શરુ કરી શકાયું નથી

વર્તમાન ભાજપના સત્તાધીશો દ્વારા એલ.જી.હોસ્પિટલના પ્રાંગણમાં પોસ્ટમોર્ટમ યુનિટ ત્રણ વર્ષ અગાઉ રુપિયા એક કરોડથી વધુના ખર્ચથી બનાવવામાં આવેલ હોવા છતાં આજદીન સુધી ભાજપના સત્તાધીશો તેને શરુ કરાવવામાં સદંતર નિષ્ફળ નિવડયા છે.ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે પ્રતિક્રીયા આપતા કહયુ,અમદાવાદ પૂર્વના વિસ્તારમાં જો કોઈનું આકસ્મિક મૃત્યુ થાય અને પી.એમ.કરાવવાનું થાય તેવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલ કે અન્ય સ્થળોએ જવાની ફરજ પડે છે.ભાજપના સત્તાધીશોએ મેટ મેડીકલ કોલેજના નામકરણમાં રસ બતાવવાના બદલે પોસ્ટમોર્ટમ યુનિટ તાકીદે શરુ થાય એ માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ.

નવી L.G હોસ્પિટલમાં ICU નવમા માળ ઉપર કાર્યરત

ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય અગાઉ તમામ હોસ્પિટલમાં આઈ.સી.યુ.વોર્ડ ગ્રાઉન્ડ ફલોર ઉપર કાર્યરત હોવો જોઈએ એ પ્રકારનો આદેશ કર્યો છે.આમ છતાં નવી એલ.જી.હોસ્પિટલમાં હાલમાં નવમા માળ ઉપર આઈ.સી.યુ.યુનિટ કાર્યરત છે.ઉપરાંત હોસ્પિટલમાં એમ.આર.આઈ.અને સીટી સ્કેન જેવા ટેસ્ટ પ્રાઈવેટ એજન્સીઓ પાસે કરાવવાનો આગ્રહ રાખવાની સાથે કેટલાક કેસમાં બલ્ડ સેમ્પલ કલેકશન અને સેમ્પલ ટેસ્ટીંગ પણ ખાનગી લેબોરેટરી પાસે કરાવવાનો આગ્રહ કરાતો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Back to top button