ચૂંટણીની તૈયારીઓ શરૂ, આવતીકાલથી કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન ગુજરાતમાં
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. જે દરમિયાન તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે આ ટીમ 2 દિવસ દરમિયાન બેઠક કરશે. અમદાવાદમાં બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ માટે તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન કરશે. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે. તેથી આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
શનિવાર અને રવિવાર અમદાવાદમાં એક ખાનગી હોટેલમાં બેઠક યોજાવાની છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડા ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચૂંટણી પંચ દ્વારા નીરિક્ષણ કરવામાં આવશે. તમામ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારી છે તે SP સ્તરે હોય કે કલેક્ટર સ્તરે તેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે. જેને કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ સમક્ષ રજુ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે 2022ની ગુજરાત ચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યુ છે. એટલે કે પ્રથમ મુલાકાતથી જ ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણીને લઇને એક માહોલ ઊભો કરવામાં આવતો હોય છે.એટલે કે આવતીકાલથી ગુજરાતની ચૂંટણીને લઇેન કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત પર સીધી નજર રાખશે. ચૂંટણીને લઇને તમામ સમીક્ષા કરશે.