ટ્રેન્ડિંગવર્લ્ડ

ચીનઃ બહુમાળી ઈમારતમાં આગ, દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Text To Speech

ચીનની રાજધાની બેઈજિંગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે ઈમારત બળીને રાખ થઈ ગઈ છે. આ ઘટના રાજધાનીના ચાંગશા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ચીનની આ 656 ફુટ ઊંચી બિલ્ડિંગ 2000માં બની હતી.

આગ લાગવાનું કારણ અકબંધ

રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે, આ ઘટનામાં જાનહાનિ વિશે કોઈ માહિતી હજુ સુધી મળી નથી. આ ઘટનામાં આગ પછી, ઈમારતમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું હતુ. હાલ આગ લાગવાનું કોઈ કારણ બહાર આવ્યું નથી.

Major fire in China
Major fire in China

અહેવાલો અનુસાર આ ઈમારતમાં સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઈના ટેલિકોમનું કાર્યાલય હતું. આગમાં એક બહુમાળી ઈમારત બળીને રાખ થઈ ગઈ હતી. સીસીટીવી દ્વારા જાહેર કરાયેલા ફોટામાં આગ લાગી હતી તે બિલ્ડિંગની વચ્ચેથી ભીષણ જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે.

Back to top button