Birthday Special: મોદીજીની સફળતાના 5 અમૂલ્ય પાસા, જે સૌ કોઈએ શીખવાની જરૂર
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વિશ્વમાં એક મોટી છાપ છોડી છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરના રોજ જન્મેલા મોદીનું બાળપણ સંઘર્ષમય રહ્યું હતું. મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ એક સામાન્ય પરિવારમાંથી રાજકારણના સર્વોચ્ચ શિખર પર પહોંચ્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ તેમના અત્યંત શિસ્તબદ્ધ જીવનને કારણે આ શક્ય બનાવી શક્યા છે. મોદીના જીવનમાંથી આપણે ઘણી બાબતો શીખી શકીએ છીએ આ પાંચ બાબતો આપણે ખાસ શિખવી જોઈએ
1) કામ પ્રત્યે સમર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કામ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. તેનું પ્રબળ ઉદાહરણ વડાપ્રધાન તરીકેનો વર્તમાન કાર્યકાળ છે. તે છેલ્લા 7 વર્ષથી દેશની અવિરત પણે સેવા કરી રહ્યા છે. તેમજ તેઓ દિવસના 24 કલાક માંથી 18 કલાક તો કામ માટે ફાડવે છે. ક્યારેક કોઈ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય કે અંગત પરેશાનીઓથી ઘેરાયેલા હોય પણ તે ક્યારે થાકેલા કે નિરાશ દેખાતા નથી.
2) સમયના પાબંદી
નરેન્દ્ર મોદીની સફળતામાં શિસ્તનો મોટો ફાળો છે. તે દરેક કામ તેમના નિર્ધારિત સમયમાં કરે છે. તેમની દિનચર્યા નિશ્ચિત છે. ભલે તે કામના કારણે મોડા સૂઈ જાય, પરંતુ સવારે સમયસર જાગી જાય છે, તે સાથે તેઓ નિત્ય યોગ કરે છે.આ જ કારણ હતું કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે 3 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ પોતાનામાં એક રેકોર્ડ છે.
3) દરેકને ક્રેડિટ આપવી
વડાપ્રધાન લોકોને પ્રોત્સાહિત કરતા રહે છે. તેમની લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ હંમેશા ક્રેડિટ આપવામાં નિષ્ફળ જતા નથી.સોશિયલ મીડિયા અને ‘મન કી બાત’ પરની તેમની પોસ્ટમાં ઘણી વખત સામાન્ય લોકોની અસાધારણ વાર્તાઓ માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે.સોશિયલ મીડિયામાં તેની ફેન ફોલોઈંગ વિશ્વના ઘણા પ્રખ્યાત નેતાઓ કરતા ઘણી વધારે છે
4) સ્થાનિકતાનું મહત્વ
વડાપ્રધાન સ્થાનિકતાને ખૂબ મહત્વ આપે છે. તેમના ભાષણોમાં દરેક વખતે આ જોવા મળ્યું છે. તેઓ જે પ્રાંત અથવા પ્રદેશની મુલાકાત લે છે ત્યારે ત્યાંની ભાષા અને સંસ્કૃતિ દ્વારા સરળતાથી ગોઠવાય છે.
5) ફોર્મ્યુલામાં બોલવાની કળા
મોદી એકમાત્ર એવા રાજનેતા છે જે પોતાની વાત રજૂ કરવા માટે સૂત્રોનો ઉપયોગ કરે છે. આ કારણે તેઓ તેમની વાતોમાં વધુ પ્રભાવ પાડે છે. તેમના ઘણા સૂત્રો લોકપ્રિય થયા છે. જેમ કે IT + IT = IT, ભારતીય પ્રતિભા + માહિતી પ્રૌદ્યોગિકી = આવતીકાલનું ભારત (India Tomorrow).
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના જન્મ દિવસ પર ‘ખાવાના શોખીન સુરતીઓને’ મળી રહી છે ભેટ !!!