ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ઉત્તર ગુજરાતમાં પડઘા

Text To Speech

વિપુલ ચૌધરીને 7 દિવસના એટલે કે 23 સપ્ટેમ્બરની બપોરે 12 કલાક સુધી રિમાન્ડ ઉપર મોકલાયા છે. પોલીસ દ્વારા કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. નાણાકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરવામાં આવી હતી.

  • વિપુલ ચૌધરીની ધરપકડનો મામલો 
  • મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા
  • 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીના રિમાંડ મંજૂર

દિયોદર બંધનું એલાન- અર્બુદા સેના

અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે. દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતીકાલે દિયોદર બંધનું એલાન આપવાની જાહેરાત કરી છે.

vipul chaudhary
vipul chaudhary

બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ACB ફરીયાદમાં કોર્ટમાં પાછળના દરવાજાથી અંદર લાવ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી નીકળી હતી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે આવેદનપત્ર પણ અપાયું હતું. પૂર્વ મંત્રી કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે માગ કરી. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલે આરોપ લગાવ્યો.

વડગામ અને દાતામાં વિરોધ પ્રદર્શન

વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ સરકારનો વિરોધ કર્યો હતો. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર આપી સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો હાજર રહ્યા હતા. ભાજપ સરકાર સામે હાય હાયના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાની માગ કરી હતી. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપને ઘરભેગી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

vipul chaudhary
vipul chaudhary

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે આવેદન પત્ર અપાયું હતું. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને આવેદન પત્ર અપાયું હતું. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી સુત્રોચ્ચાર કર્યા. ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મહીસાગર જિલ્લામાં ચૌધરી સમાજમાં રોષ

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના મહીસાગર અને 99 આંજણા સમાજ સંગઠન દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકીય બદ ઇરાદાથી તેમની ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા હતા. સુત્રોચાર સાથે સેવા સદન પહોંચી આવેદન આપવામાં આવ્યું હતું.

Back to top button