ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : અંબાજી મેળામાં પદયાત્રિકોની સારવાર કરનાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધજા ચઢાવાઈ

Text To Speech

પાલનપુર : યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમ મેળામાં આરોગ્ય પરિવાર દ્વારા પદયાત્રિકોની સુખાકારી જળવાઈ રહે તે-માટે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અંબાજીને જોડતા તમામ માર્ગો ઉપર આરોગ્યની તમામ સારવાર મળી રહે તે આશયથી આરોગ્ય કેમ્પો રાખવામાં આવ્યા હતા. જેમાં કુલ-24 સારવાર કેન્દ્રો પર કુલ-1,75,583 યાત્રિકોને સારવાર આપવામાં આવી હતી. તે પૈકી તાવ-292, ડાયેરીયા-181, ઉલ્ટી-૨૧૦, અન્ય કેશો -1,74,900 ને સારવાર આપવામાં આવી હતી. તેમજ 187 દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. તથા 12 ગંભીર પ્રકારના દર્દીઓને કોટેઝ હોસ્પિટલ અંબાજી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.

પાલનપુર-humdekhengenews
આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ દ્વારા ધજા ચઢાવાઈ

ભાદરવી પૂનમ મેળા દરમ્યાન 1200 કિલો ટી.સી.એલ. પાવડરનો વપરાશ અને 5000 ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેનર, હોર્ડીગ અને 105 ભવાઇ કાર્યક્રમો દ્વારા આરોગ્ય યોજનાઓનો બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો અને 1958 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. એમ. દેવ, આર.સી.એચ.ઑ ડો. સોલંકી, એ.ડી એચ.ઑ. ડો.મહેતા, ઇ. એમ. ઑ ડો. જીગ્નેશ હરિયાણી અને તેમની ટીમે આયોજનબદ્ધ રીતે ખુબ જ ઉમદા કામગીરી કરીને પદયાત્રીઓને વધુમાં વધુ સારી સેવાઓ આપવામાં આવી હતી. મેળો સુખરૂપ સંપન્ન થતાં આરોગ્ય વિભાગના લોકોની સુખાકરી માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અંબાજી મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Back to top button