રાહુલ ગાંધી બાદ પૂર્વ PM ઈમરાન ખાનની જીભ લપસી, કહ્યું- 100 રૂપિયા લીટર લોટ
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો. રાહુલે લોટનો ભાવ કિલોના બદલે લિટરમાં જણાવ્યો હતો. રાહુલની જીભ લપસી જવાને કારણે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ રાહુલની જેમ લોટનું વજન લીટરમાં કહ્યું. ઈમરાન ખાને કહ્યું કે કરાચીમાં લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે.
Atta Rs100 litre. pic.twitter.com/bV6KhhzB3z
— Naila Inayat (@nailainayat) September 15, 2022
ઈમરાન ખાનની લપસી જીભ
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અંગે ભાષણ આપી રહ્યા હતા. “લોટની કિંમત બમણી થઈ ગઈ છે. અમારા સમયે એક કિલો લોટ 50 રૂપિયાનો હતો. આજે તે કરાચીની અંદર 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગયો છે. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર નૈલા ઇનાયતે પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈમરાન ખાનના ભાષણની ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં તમે ઈમરાન ખાનને લોટની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર કહેતા સાંભળી શકો છો.
देख रहे हो विनोद….
आटा 22 रुपये लीटर???? pic.twitter.com/GRspXFL3Hj
— Arun Yadav ???????? (@beingarun28) September 4, 2022
ઈમરાન ખાનની સરખામણી રાહુલ ગાંધી સાથે
ઈમરાન ખાનનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાનની તુલના રાહુલ ગાંધી સાથે કરવામાં આવી રહી છે. લોકો તેની ઉગ્ર મજાક પણ ઉડાવી રહ્યા છે.
દેશની આર્થિક સ્થિતિ બગડી રહી છે : ઈમરાન ખાન
ઈમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે વહેલી અને પારદર્શી ચૂંટણી યોજવી એ જ દેશને અરાજકતામાંથી બચાવવાનો એકમાત્ર રસ્તો છે. ઈમરાને કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ ઝડપથી બગડી રહી છે. પૂર્વ PMએ વધુમાં કહ્યું કે, જો ચૂંટણી જલ્દી નહીં થાય તો વસ્તુઓ નિયંત્રણમાંથી બહાર થઈ જશે. ખાને કહ્યું કે માત્ર રાજકીય સ્થિરતા જ અર્થતંત્રને સ્થિર કરી શકે છે.