ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ગેનીબેનનો પોલીસને પડકાર, એકપણ બેન સામે આંગળી ઉપાડશો, તો આંગળી કાપી નાખીશ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાના સરહદી તાલુકા એવા થરાદમાં આંગણવાડીની બહેનો તેમની વિવિધ માગણીઓને લઈને હડતાલ ઉપર બેઠેલા છે. જેમના સમર્થનમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા હતા? જેમને આંગણવાડીની બહેનોને સંબોધન કરતાં પોલીસને પડકાર ફેંકી દીધો હતો કે, પોલીસ વાવ -થરાદની મહિલાઓને જો આંગળી પણ અડાડશે તો તેમની આંગળી કાપી નાખીશું. આ નિવેદનને લઈ જિલ્લામાં ભારે ચર્ચા થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં આંગણવાડીની બહેનો આંદોલન કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની બહેનો પણ તેમાં જોડાઈ છેમ અને થરાદ- વાવની આંગણવાડીની બહેનો પણ આંદોલન કરી રહી છે.

ત્યારે આંગણવાડીની બહેનોના સમર્થનમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આંદોલનકારી મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા. જ્યાં આંદોલન કરી રહેલી મહિલાઓ ને સ્થળ ઉપર સંબોધન કરતા ગેનીબેનએ પોલીસને પડકાર ફેંક્યો હતો કે, વાવ- થરાદની કોઈપણ બહેનને જો આંગળી અડાડી છે. તો આંગળી કાપી નાખીશ. તેમના આ નિવેદનને લઈને ગેનીબેન ભારે ચર્ચામાં આવ્યા છે. ત્યારે આંગણવાડીની મહિલા કાર્યકરોએ ગેનીબેનના નિવેદનથી પોરસાયા હતા. આ સમયે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ હાજર રહ્યા હતામ જોકે ગેનીબેનના આ નિવેદનથી વિવાદ ઊભો થવાની પણ સંભાવના વ્યક્ત થઇ રહી છે.

Back to top button