ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

બેંકની ભૂલથી ખાતામાં આવ્યા 11,677 કરોડ રૂપિયા, શેરબજારમાં રોક્યા, એક જ દિવસમાં બની ગયો લખપતિ

Text To Speech

ગુજરાતીઓની વેપાર કુનેહતા તેના લોહીમાં રહેલી છે. તે એકના બે અને બેના ત્રણ કઈ રીતે કરવા તે સારી રીતે જાણે છે. પરંતુ અહી તો એકના બે નહી શૂન્યમાંથી એક ગુજરાતી લખપતિ બની ગયો. જી હા વાત છે અમદાવાદના બાપુનગરમાં રહેતા રમેશભાઈ સગરની. તેઓ આમ તો પોરબંદરના વતની. પરંતુ છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં રહે છે

બેંકની ભૂલે ગુજરાતી બન્યો લખપતિ 

27 જુલાઈના રોજ બેંકની ભૂલના કારણે રમેશ સાગરના ડીમેટ ખાતામાં 11,677 કરોડ રૂપિયા જમા થઇ જાય છે. આ ઘટના વિશે રમેશભાઈ જણાવે છે કે તે 27 જુલાઈ 2022ના રોજ અચાનક મારા ખાતામાં 116,77,24,43,277 રૂપિયા દેખાવા લાગ્યા. જેથી મે તેમાંથી 2 કરોડ રૂપિયા તરત જ માર્કેટમાં રોક્યા અને તેના પર 5 લાખ રૂપિયાનો નફો મેળવ્યો.બેંકને આ વાતની જાણ થતાં જ પોતાની ભૂલ સુધારીને આ મોટી રકમ ઉપાડી લીધી હતી. પરંતુ આ દરમિયાન મે તે રકમમાંથી 5 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

રમેશભાઈ 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે 

મૂળ પોરબંદરના વતની અને છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા રમેશભાઈ સગર એમ્બ્રોઇડરીના વેપારી છે. તેઓ છેલ્લાં 5 વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત પિતા છે. ઘરમાં કમાનાર તેઓ એકલા છે.આમ પોતાના મગજનો ઉપયોગ કરીને તે મીનીટોમાં જ બીજાના પૈસે લખપતિ બની ગયા

Back to top button