ટોપ ન્યૂઝનેશનલ

UPના લખનૌમાં દીવાલ પડવાથી 9ના મોત, ઉન્નાવમાં છત ધરાશાયી થવાથી 3ના મોત

Text To Speech

ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. રાજધાની લખનૌમાં ભારે વરસાદને કારણે શુક્રવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલકુશા ગાર્ડન પાસે દીવાલ ધરાશાયી થવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લેતા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.

આ અકસ્માત લખનૌ કેન્ટ હેઠળના દિલકુશામાં થયો હતો. અહીં દિવાલ ધરાશાયી થવાને કારણે 9 લોકોના મોત થયા છે. જેમાં 3 પુરૂષો, 3 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. જયારે એક વ્યક્તિ ઘાયલ છે. આ લોકો દીવાલ પાસે સૂતા હતા. તે દરમિયાન અચાનક તે દીવાલ ધરાશાયી થઇ હતી.જેમાં તમામ લોકો દટાઈ ગયા હતા. પોલીસ-પ્રશાસન ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલું છે.

મુખ્યમંત્રીએ 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

સીએમ યોગીએ લખનૌમાં દીવાલ પડવાની ઘટનાની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ સિવાય ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે તમામ ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

લખનૌમાં શાળામાં રજા જાહેર કરાઈ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત પૂર્વાંચલ અને બુંદેલખંડ વિસ્તારમાં ભારે વરસાદને લીધે હાહાકાર મચી ગયો છે. સ્થિતિને જોતા ઘણી જગ્યાએ શાળાઓ અને ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. લખનૌના ડીએમ સૂર્ય પાલ ગંગવારે સ્થિતિને જોતા તમામ સરકારી, બિન સરકારી, ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે.

આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. હવામાન કેન્દ્ર લખનૌએ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 35 જિલ્લાઓમાં બાંદા, ચિત્રકૂટ, કૌશાંબી, પ્રયાગરાજ, ફતેહપુર, પ્રતાપગઢ, સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી, સંત કબીર નગર, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, મૌ, બલિયા, દેવરિયા, ગોરખપુર, ગોરખપુર. કાનપુર શહેર, કાનપુર દેહાત, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, મૈનપુરી, ઇટાવા, ઝાંસી, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા અને લલિતપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

Back to top button