એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલ

CUET UG રિઝલ્ટ થયું જાહેર, cuet.samarth. ac.in પરથી આ સ્ટેપ્સમાં કરો ચેક

Text To Speech

NTAએ CUET UGનું રિઝલ્ટ જાહેર કર્યું છે. અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજી 2022 માં ભાગ લેનારા ઉમેદવારો હવે CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in મુલાકાત લેવી પડશે ત્યારબાદ CUET UG 2022 પરિણામ ડાઉનલોડ કરવા ઉમેદવારોએ લૉગિન કરવું પડશે. કોમન યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા 15 જુલાઈથી 30 ઓગસ્ટની વચ્ચે દેશના 259 શહેરો અને 9 વિદેશી શહેરોમાં છ તબક્કામાં યોજાઈ હતી. આ પરીક્ષા લગભગ 15 લાખ ઉમેદવારોએ આપી હતી.

CUET UG રિઝલ્ટ થયું જાહેર

CUET UGની પરીક્ષામાં 20,000 ઉમેદવારોએ 30 વિષયમાં 100 ટકા મેળવ્યાં છે અને તેમાંય સૌથી વધારે અંગ્રેજીમાં માર્ક્સ મેળવ્યાં છે. CUET સ્કોર હેઠળ, 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 12 રાજ્ય યુનિવર્સિટીઓ, 11 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 19 ખાનગી યુનિવર્સિટીઓ સહિત 90 યુનિવર્સિટીઓને UG અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે.

આવી રીતે ચેક કરી શકાશે રિઝલ્ટ

  •  સૌ પ્રથમ CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાઓ.
  • પરિણામ જાહેર થયા પછી હોમ પેજ પર ‘CUET UG પરિણામ 2022 લિંક’ એક્ટિવ થઇ જશે.
  • અહીં લોગિન કરવા માટે તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • CUET UG પરિણામ સ્ક્રીન પર ખુલશે.
  • તેને ચેક અને ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો.

Back to top button