ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ટેનિસનો એક યુગ પૂરો, ફેડરરે સંન્યાસની કરી જાહેરાત

Text To Speech

ટેનિસ જગતના તાજ વગરના રાજા, સ્વીડનના મહાન ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે આજે પોતાના ટ્વિટર હેન્ડલથી નિવૃત્તિની જાહેરાત કરી છે. દુનિયાના નંબર વન સ્વિઝરલેન્ડના ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ઈન્ટરનેશલ ટેનિસને અલવિદા કહી દીધું છે.

Roger Federer Announces Retirement
Roger Federer Announces Retirement

સ્વિઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 41 વર્ષીય ફેડરરે ટ્વિટર પર ભાવુક પોસ્ટ શેયર કરતાં આ અંગેની જાહેરાત કરી હતી. આવતા સપ્તાહે લંડનમાં યોજાનારા લેવર કપમાં ફેડરર છેલ્લી વખત પ્રોફેશન લેવલે રમતો જોવા મળશે.

  • ટેનિસ સ્ટાર રોજર ફેડરરનો મોટો નિર્ણય
  • ઈન્ટરનેશનલ ટેનિસમાંથી નિવૃતી જાહેર કરી 
  • Laver Cup 2022 પછી નહીં રમે ટેનિસ 

 

ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર બીજો મોટો ખેલાડી રોજર ફેડરર

મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના મામલે ફેડરર સંયુક્તપણે બીજા ક્રમે છે. રફેલ નડાલે સૌથી વધુ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. 20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર છેલ્લા કેટલાક સમયથી ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણે તેને ઘણી વખત સર્જરી કરાવવી પડી હતી.

રોજર પોતાની ઈજા અને સર્જરીને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટ પર પોતાનો જુનો જુસ્સો દેખાડી શક્યો ન હતો. દરમિયાન, રોજરે નિવૃત્તિની જાહેરાત કરી છે. રોજરે નિવૃત્તિ લીધી અને કહ્યું કે લંડનમાં એટીપી ઇવેન્ટમાં લેવર કપ તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.

Back to top button