ઉત્તર ગુજરાત

ડીસામાં છોટાહાથીની ટક્કરે રાહદારીનું મોત નિપજ્યું

Text To Speech

પાલનપુર: ડીસામાં ઓવરબ્રિજ નીચે મોઢેશ્વરી સોસાયટી નજીક છોટાહાથી ગાડીના ચાલકે રાહદારી આધેડને ટક્કર મારતાં મોત નિપજ્યું હતું. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે ફરાર છોટાહાથીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં ડીસામાં ઓવરબ્રિજ નીચે મોઢેશ્વરી સોસાયટી નજીક બેફામ રીતે ચલાવતાં છોટાહાથી નં. GJ-08-AU-0402ના ચાલકે રાહદારી આધેડને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પંચાવન વર્ષના દિલીપભાઇ ઠક્કર રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ગંભીર ઇજાગ્રસ્ત આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બાદ ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માત કરી નાસી ગયેલા છોટાહાથી ગાડીના ચાલક સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: તમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.

Back to top button