યુટિલીટી

તમારી જાણ બહાર ક્યાંક આ રીતે તો ફોનની બેટરી નથી ઉતરી જતીને? આ રહ્યું બેટરી ઉતરી જવાનું કારણ.

Text To Speech

રોજિંદા જીવનમાં આજે ફોનથી નાના મોટા તમામ કામો કરવા આપણે ટેવાયેલા છીએ, ત્યારે ઘણી વખત એવો સવાલ પણ થતો હશે કે ફોનની બેટરી આટલી ઝડપથી કેમ ઉતરી રહી છે? ઘણાને સવાલ હશે કે હમણાં જ ફોન ચાર્જ કર્યો થોડા કલાક વાપર્યો એટલામાં તો બેટરી રેડ ઝોનમાં જતી રહી.

આ કારણથી બેટરી ઝડપથી ઉતરે છે

  • મોબાઈલ ફોનમાં ઘણી એપ્સ આપણી જાણ વગર જાતજાતની પરમિશન મેળવી લેતી હોય છે.
  • લોકેશનની પરમિશન આપણી જાણ વગર ચાલુ થઈ ગઈ હોય તો જે-તે એપને આપણું લોકેશન સતત મળતું રહે છે.
  • પ્રાઈવસી માટે એ બાબત સારી નથી.ઉપરાંત તેનાથી બેટરીનો પણ વધારે વપરાશ થાય છે.
  • ફોનની બેટરી- humdekhengenews

આ પણ વાંચો: Instant Loan! આપતી એપ્સથી રહો સાવધાન

કેવી રીતે વધશે બેટરીની લાઈફ

બેટરીને ઝડપથી ઓહિયા કરતા લોકેશન સેટિંગ્સને ઓફ કરવા માટે સૌથી પહેલા ફોનમાં સેટિંગ્સ ઓન કરો. તેમાં પ્રાઈવસી લખેલો ઓપ્શન જોવા મળશે. એ ઓપન કરતાં પરમિશન મેનેજર દેખાશે. એ ખોલીને આપણે જોઈ શકીએ છીએ કે કઈ કઈ એપ્સને ક્યાં-ક્યાં પ્રકારની પરમિશન આપી રાખેલી છે. એમાંથી બિનજરૃરી લોકેશન પરમિશન બંધ કરી શકાશે. કેટલીક એપ્સમાં જરૃરી હોય તો માત્ર એપ વપરાતી હોય એટલો સમય જ પરમિશન ચાલુ રહે એવો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકાશે. એ માટે Allowed only while in use નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અન્ય એપ્સની પરમિશન પણ અહીંથી જ ઓન-ઓફ કરી શકાશે.

Back to top button