ભારતનું પ્રથમ રાજ્ય જેને છે પોતાનું ઈન્ટરનેટ નેટવર્ક!
આપણા બધાના ફોનમાં મોટેભાગે જીઓ, એરટેલ, વોડાફોન વગેરે જેવી સર્વિસ પ્રોવાઇડર કંપનીના સીમકાર્ડ હોય છે. BSNL ના સીમકાર્ડ નો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ઉપરોક્ત મોબાઈલ નેટવર્ક પ્રોવાઇડર કંપની ખાનગી છે. જ્યારે BSNL કેન્દ્ર સરકારનું સાહસ છે. આ તમામ કંપનીઓ માં એક બાબત કોમન છે કે, તે ભારતભરના તમામ રાજ્યોમાં સેવાઓ આપે છે. પણ શું તમે જાણો કે એક એવું રાજ્ય છે જેણે પોતાની જ ઈન્ટરનેટ કંપની સ્થાપી છે.
કેરળે સ્થાપી પોતાની જ ઈન્ટરનેટ કંપની
કેરળે ઈન્ટરનેટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવીને પોતાની જ ઈન્ટરનેટ કંપની સ્થાપી દીધી છે.આવી ઈન્ટરનેટ કંપની સ્થાપનારું કેરળ દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે.
આ પણ વાંચો: નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ
આ કંપનીનું નામ કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ છે.જે નાગરિકોને વિવિધ સર્વિસ પ્રોઈવડર કંપનીઓનું ઈન્ટરનેટ ન પોસાતું હોય તેમને સર્વિસ આપવાનો આ કંપનીનો મુખ્ય ઈરાદો છે.રાજ્યમાં દરેક નાગરિક સુધી ઈન્ટરનેટ પહોંચાડવાનું કામ આ કંપની કરશે. આમેય કેરળ ભણતરની બાબતમાં દાયકાઓથી પહેલા નંબરનું રાજ્ય છે.આઈટી સેક્ટરનો ત્યાં સારો એવો વિકાસ થયો છે.હવે ઈન્ટરનેટ કંપની સ્થાપીને ડિજિટલ ક્રાંતિની દિશામાં કેરળે મહત્વનું પગલું ભર્યું છે.