ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

દલેર મહેંદીને હાઈકોર્ટથી મોટી રાહત, કબૂતર મારવાના કેસમાં સજાને સ્થગિત કરાય

Text To Speech

કબૂતરનો શિકાર કરવાના કેસમાં સજા કાપી રહેલા દલેર મહેંદીને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે 19 વર્ષ જૂના કબૂતર મારવાના કેસમાં સજાને સ્થગિત કરી દીધી છે. મળતી માહીતી મુજબ પોલીસે બક્ષીશ સિંહ નામના વ્યક્તિની ફરિયાદના આધારે 2003માં દલેર વિરુદ્ધ કબૂતરને મારવાનો કેસ નોંધી ધરપકડ કરી હતી. જે બાદ ટ્રાયલ કોર્ટે દલેર મહેંદીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. દલેર મહેંદીનો ભાઈ શમશેર સિંહ પણ આ કેસમાં સામેલ હતો પરંતુ તેનું 2017માં મૃત્યુ થયું હતું.

ખરેખર શું હતો સમગ્ર મામલો:
દલેર મહેંદી અને તેના ભાઈ શમશેર સિંઘ પર તેમના મંડળના સભ્યો તરીકે ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવા માટે તગડી રકમ વસૂલવાનો આરોપ હતો. બક્ષીશ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ સોદો 12 લાખ રૂપિયામાં નક્કી થયો હતો અને આ પૈસા પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આ સહિત અન્ય ફરીયાદ પણ બન્ને ભાઈઓ વિરુદ્ધ નોંધાય હતી. પણ કબૂતરને મારવાનો કેસ નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

લોકો પાસે 5 લાખની વધુ માંગણી કરતા હતા:
બાદમાં 5 લાખ રૂપિયા વધુ માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પોતાની પાસે આટલા પૈસા નથી તેમ કહીને માત્ર એક લાખ વધુ રૂપિયા આપ્યા હતા. પરંતુ તેમ છતાં દલેર તેમને કેનેડા મોકલવામાં નિષ્ફળ ગયો. જે બાદ પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. આ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જે બાદ બક્ષીશ સિંહ નામના વ્યક્તિની ફરિયાદના આધારે 2003માં દલેર વિરુદ્ધ કબૂતરને મારવાનો કેસ નોંધાવ્યો હતો જેમાં ચંદિગઢ પોલિસે તેની ધરપકડ કરી હતી. જે બાદ આજે કોર્ટમાં ફરી હાજર આપી હતી

કોર્ટે બંને ભાઈઓને દોષિત ઠેરવ્યા:
2018 માં, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે બંને ભાઈઓને દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી. જે બાદ તેને જામીન મળી ગયા હતા અને બાદમાં તેણે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

અન્ય 35 ફરિયાદો નોંધાય હતી:
2003માં સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહેંદી બંધુઓ 1998 અને 1999માં બે મંડળો લઈ ગયા હતા, જે દરમિયાન 10 લોકોને જૂથના સભ્ય તરીકે યુએસ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ગેરકાયદેસર રીતે છોડી દેવામાં આવ્યા હતા. પ્રથમ ફરિયાદ નોંધ્યા બાદ, પોલીસને ગાયક સામે આવી જ 35 વધુ ફરિયાદો મળી હતી.

Back to top button