ચૂંટણી 2022ટ્રેન્ડિંગનેશનલ

નીતીશ કુમારની મોટી જાહેરાત કહ્યું પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપીશું

Text To Speech

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. બિહારને વિશેષ દરજ્જાની માંગને પુનરોચ્ચાર કરતા મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે પટનામાં કહ્યું કે જો કેન્દ્રમાં અમારી સરકાર એટલે કે (બિન-ભાજપ પાર્ટી) બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. અનેક પછાત રાજ્યોને દરજ્જો આપવાની જાહેરાત નીતીશ કુમારે એક કાર્યક્રમ દોરાન કરી હતી.

હકીકતમાં, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે એક કાર્યક્રમમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી કે “જો અમને કેન્દ્રમાં આગામી સરકાર બનાવવાની તક મળશે, તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે,” તેમણે કહ્યું. આવું કેમ ન થઈ શકે તેનું કોઈ કારણ નથી. અમે સતત માંગણીઓ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે અમારી માંગણી સ્વીકારી નથી, એમ તેમણે જણાવ્યું હતું. જો બિહારને આ દરજ્જો મળ્યો હોત તો વધુ વિકાસ થયો હોત.


મેં વિશેષ દરજ્જાની માંગ ક્યારેય છોડી નથી: નીતિશ
પત્રકારો સાથેની વાતચીતમાં નીતિશ કુમારે એમ પણ કહ્યું કે હું વિશેષ દરજ્જાની માંગ સતત ઉઠાવતો રહ્યો છું. મેં તેને ક્યારેય છોડ્યું નથી. જે અંગેની અમારી પાર્ટી દ્નારા ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જો 2024માં દેશમાં સરકાર બનાવવાની તક મળશે તો બિહાર સહિત અન્ય પછાત રાજ્યોને વિશેષ દરજ્જો મળશે. નીતીશ કુમારે કહ્યું કે આપણે જે ઈચ્છીએ છીએ,તેના માટે આપણે બને એટલું એક થવું જોઈએ. આગામી વખતે જો ભાજપની જગ્યાએ અમારી સરકાર બનશે તો ચોક્કસપણે પછાત રાજ્યોને વિશેષ દરજ્જો મળશે. અમે માત્ર બિહારની વાત નથી કરી રહ્યા, અમે અન્ય પછાત રાજ્યોની પણ વાત કરી રહ્યા છીએ, જેને વિશેષ દરજ્જો મળવો જોઈએ.

Back to top button