બનાસકાંઠા : ગૌ માતા માટે અનશન પર બેઠેલા ગૌભક્તની તબિયત લથડી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળને ગાયો માટે સરકારી સહાયની માગણી સાથે થરાદમાં ગૌભક્તો દ્વારા છેલ્લા સાત દિવસથી અનશન ચાલી રહ્યા છે. જેમાં ગૌભક્ત રમેશભાઈ ગામોટ પણ અનશન પર બેઠેલા હતા. અને તેઓએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. સાત દિવસથી રમેશભાઈએ અન્ન-જળ લીધું ન હતું. જેના કારણે ગુરુવારના દિવસે અચાનક જ તેમની તબિયત લથડી ગઈ હતી. જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા : ગૌ માતા માટે અનશન પર બેઠેલા ગૌભક્તની તબિયત લથડી
થરાદના ગૌભક્તને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ#banaskantha #tharad #cow #fasting #fastingforcow #Hospital #lumpy #lumpyskindisease #LumpyVirus #Gujarat #GujaratieNews #Humdekhengenews pic.twitter.com/1nKoMq1Cgc— Hum Dekhenge News (@humdekhengenews) September 15, 2022
દિવસે દિવસે ગૌભક્તોનું આંદોલન હવે જોર પકડી રહ્યું છે. ત્યારે ગૌભક્ત રમેશભાઈની તબિયત લથડતા ગૌભક્તોમાં ચિંતાની લાગણી લાગણી પ્રસરી છે. પાંજરાપોળ અને ગૌશાળા ના સંચાલકો સરકારે અગાઉ જાહેર કરેલી રૂ. 500 કરોડની સહાયના મુદ્દે હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આગામી દિવસોમાં આંદોલન વધુ આક્રમક બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર : ત્રણ માંગણીઓ સાથે આરોગ્ય કર્મચારીઓનો ઉગ્ર દેખાવ, 20 સપ્ટે. સુધીનું સરકારને અલ્ટીમેટમ