અમદાવાદ : કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટર સહિત 3ની ધરપકડ
બુધવારે અમદાવાદમાં એડોર ગ્રુપની નવી કન્સ્ટ્રકશન સાઇટ પર સાત લોકોના મોતની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવ્યું છે. જેમાં પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, સબ કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે IPCની કલમ 304 અને 114 મુજબ સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. કોન્ટ્રાક્ટરો મજૂરોને સુરક્ષા વગર કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત યુનિવર્સિટી પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમા માળેથી બાંધકામનો એક ભાગ તુટતા 7 મજૂરના મોત થયા હતા. બિલ્ડીંગનું કન્ટ્રક્શન ચાલતુ હતુ, ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા મજુરોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જેના પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને 3ની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ : ગુજરાત યૂનિવર્સિટી પાસે બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત
કોર્પોરેશને બાંધકામ કરવાનગી પરવાનગી કરી રદ
આ ઘટનામાં પોલીસ અધિકારી એલ.બી.ઝાલાએ તપાસની ખાતરી આપી છે અને કહ્યું કે આ ઘટનામાં બેદરકારી અંગે પોલીસ ગુનો દાખલ કરશે.સાથે જ તેણે FSLની ટીમ સાથે મળીને તપાસ કરી રહી હોવાનુ પણ જણાવ્યુ છે. એડોર ગ્રુપ અને તેના સહયોગી સામે હાલ તપાસ ચાલી રહી છે. આ ઘટના માટે FSLની ટીમ સાથે મળીને તપાસ ચાલી રહી છે. અમદાવાદ કોર્પોરેશને બિલ્ડિંગમાં કામગીરી કરવાની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે. એટલે કે, હવે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી બિલ્ડર અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરી શકશે નહીં.
ખાસ નોંધ કરવા જેવી બાબત એ છેકે હાલ પૂરતી બિલ્ડરો સામે કોઇ ફરિયાદ નોંધાઇ નથી. સૌથી નવાઈની વાત તો એ છે કે અગાઉ પણ ભરત ઝવેરી ગ્રુપની કન્ટ્રક્શન સાઈટ ઝાંસીની રાણી પાસે આ પ્રકારની જ ઘટના ઘટી હતી. પાંચ વર્ષ પહેલા કલાઉડ 9 માં થયેલી ઘટનામાં જેમાં 3 મજૂરોના મોત થયા હતા.