Instant Loan! આપતી એપ્સથી રહો સાવધાન
સામાન્ય જીવનમાં વધતી જતી જરૂરિયાતોને કારણે, લોકોને મોટાભાગે નાના કાર્યો માટે લોનની જરૂર પડે છે. પરંતુ લોકો લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય કાર્યવાહીથી દૂર રહેવા લાગે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને બેંકો અને અન્ય ફાઇનાન્સ કંપનીઓએ તાત્કાલિક લોન આપવાનું શરૂ કર્યું છે. કેટલીક આવશ્યક માહિતી સાથે મોબાઈલ પર માત્ર એક ક્લિકથી લોન મંજૂર થઈ જાય છે. જેમાં અનેક એપ્સ નેનો-ક્રેડિટ સાઈઝની લોન આપે છે તેમજ બેંકો દ્વારા પણ ટૂંકા ગાળા માટે તરત જ લોન આપવામાં આવે છે. લોનની રકમ સામાન્ય રીતે 10 હજારથી એક લાખ સુધીની હોય છે અને ચુકવણીની અવધિ 7 દિવસથી એક વર્ષ સુધીની હોય છે. હકીકતમાં, ટેક્નોલોજીના યુગમાં, ફાઇનાન્સ કંપનીઓએ તાત્કાલિક લોનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. તેને માત્ર કેટલીક જરૂરી માહિતી અને દસ્તાવેજો આપીને ઘરે બેઠા લઈ શકાય છે. કેટલીક કંપનીઓ માત્ર 5 થી 10 મિનિટમાં લોન મંજૂર કરી દે છે.
કોઈપણ વ્યક્તિ મેડિકલ ઈમરજન્સી, આર્થિક જરૂરિયાત અને ઘરના અન્ય અગત્યના કામ માટે કોઈ અધિકૃત બેન્કમાંથી લોન લઈ શકે છે તે એકદમ સેફ છે. પણ આજકાલ ઈન્સ્ટન્ટ લોન આપતી ઘણી બધી એપ્સ આવી છે. જે તમને એક મિનીટમાં લોન આપવા જેવી લોભાણી લાલચ આપે છે.એપ્સની લોનના ગેરફાયદા:
1 મિનીટ 2 મિનીટ જેવી ત્વરિત લોન સરળ પ્રક્રિયા સાથે આજે એપ્સના માધ્યમથી લોકોને ઉપલબ્ધ થઈ રહી છે પરંતુ આ એપ્સ તમારી પાસેથી તગડું વ્યાજ વસુલ કરશે . કારણ કે આ પ્રકારની લોનમાં વ્યાજ દર ખૂબ વધારે હોય છે. તેથી, તે વધુ સારું છે કે તમે આવી લોન ના લો.
કેટલાક એપ-આધારિત ધિરાણકર્તા ત્વરિત લોન પર દૈનિક વ્યાજ પણ વસૂલ કરે છે. આથી લોન આપતી એપ એ ખરેખર એક જોખમ બરાબર છે.તેંમજ જો એક પણ હપ્તો સમયસર ચૂકવવામાં ન આવે, તો આ એપ્લિકેશનો અનેક ગણો દંડ વસૂલ કરે છે. આ સાથે તમે જ્યારે ઇન્સ્ટન્ટ લોન એપ્સથી લોન લો છો ત્યારે ક્રેડિટ સ્કોર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. મોટાભાગની ઇન્સ્ટન્ટ લોન એપ રજીસ્ટર્ડ નથી અને તેમનું કામ માત્ર છેતરવાનું છે. આવી એપ્સ લોન આપતા પહેલા યુઝરના ફોનમાંથી સંવેદનશીલ માહિતી ચોરી લેવાનો પ્રયાસ કરે છે.
ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ ઈન્સ્ટન્ટ લોનના વધતા જતા વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે તેના પર વ્યાજનો દર વધારે છે અને તે સરળતાથી મળી રહે છે, પરંતુ વસૂલાતને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. તેથી, તે વધુ સારું છે કે તમે હંમેશા કાળજીપૂર્વક વિચારીને આ પ્રકારની તાત્કાલિક લોન લેવામાં આવે અને એ પણ કોઇ બેન્કમાંથી લેવામાં આવેલ લોન વધુ સુરક્ષીત છે.