એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ભારતમાં કારોબાર કરતી ચીની કંપનીઓ પર તેની પકડ વધુ કડક કરી રહી છે. બુધવારે, EDએ મની લોન્ડરિંગના સંબંધમાં કેટલાક પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ (ગેટવે) અને અન્ય કંપનીઓ સામે નવા દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ કાર્યવાહી ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત એપ્સ દ્વારા તાત્કાલિક લોન આપતી કંપનીઓ તરફથી કથિત નાણાકીય અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ત્રણ રાજ્યોમાં કેટલાક પેમેન્ટ ગેટવે ઓપરેટર્સ અને લોન એપ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓ અને ઓપરેટર્સના પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. પેટીએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી એ જ કેસ સાથે સંબંધિત છે જેમાં એજન્સીએ આ મહિનાની શરૂઆતમાં સર્ચ હાથ ધર્યું હતું.
2 સપ્ટેમ્બરે અનેક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા
Paytm એ કહ્યું, “જેમ કે અમે અગાઉ ઉલ્લેખ કર્યો છે કે ED અમુક વેપારીઓ વિશે કેટલાક ચુકવણી સેવા પ્રદાતાઓ પાસેથી માહિતી માંગી રહી છે અને અમે જરૂરી માહિતી શેર કરી છે.” આ તપાસના ભાગરૂપે, ફેડરલ એજન્સીએ 2 સપ્ટેમ્બરે બેંગલુરુમાં Paytm, Razorpay અને Cashfree જેવા પેમેન્ટ ગેટવેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તે દરોડા દરમિયાન, બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયાના નાણાં અને ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત સંસ્થાઓના ‘મર્ચન્ટ’ આઈડી જપ્ત કરવામાં આવ્યા હતા.
રિઝર્વ બેંકના અધિકારીઓની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ 8 સપ્ટેમ્બરે યોજાયેલી મંત્રાલય અને રિઝર્વ બેંકના અધિકારીઓની બેઠકમાં ગેરકાયદે લોન એપ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં આવી એપ્સના સંચાલનને ચકાસવા માટે અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ પેમેન્ટ ગેટવે કંપનીઓ દેશમાં કોવિડ-19 મહામારી પછી વર્ષ 2020થી EDની કાર્યવાહીના નિશાન પર છે.
આ પણ વાંચો : લખીમપુરમાં બદાઉ જેવી ઘટના, બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવતા હાહાકાર