ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતઃ ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન

Text To Speech

36મી નેશનલ ગેમ્સનો આગામી તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ શુભારંભ થનાર છે. ત્યારે યુવાનો અને ખેલાડીઓને જાગૃત કરવા અને રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુસર ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીર નર્મદ યુનિવર્સીટીમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અને ‘CELEBRATING UNITY THROUGH SPORTS’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહરાજયમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના રમતવીરોને રમત ગમત ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ટ્રોફી અને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.

harsh sanghvi, home minister
harsh sanghvi, home minister

આ કાર્યક્રમમાં ’36મી નેશનલ ગેમ્સ’ના એન્થમ ગીતના પ્રદર્શન સહ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને નેશનલ ગેમના પ્રતીક એવા મેસ્કોટ – સાવજને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાથે જ ટેકવોન્ડો બ્રોન્ઝ મેડલીસ્ટ ટ્વિશાએ સૌને ફીટ ઇન્ડિયાના શપથ લેવડાવ્યા હતા. સાથે જ અહી નેશનલ ગેમ્સની પળેપળની માહિતીથી માહિતગાર કરવા માટે વેબસાઇટ http://smc.city/NationalGames નું પણ લોન્ચ કરવામાં આવી હતી.

home minister harsh sanghvi
home minister harsh sanghvi
  • નેશનલ ગેમ્સની તૈયારી માત્ર ૩ મહિનામાં કરાઈ
  • આ વર્ષે નવરાત્રીમાં સુરત અને ગુજરાતનું નજરાણું અલગ હશે-ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી
  • દિવસ દરમિયાન રમતનો માહોલ અને રાત્રે ગરબાના તાલે ઝૂમશે ખેલૈયાઓ: ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી
  • 36મી નેશનલ ગેમ્સ’ને લગતી તમામ માહિતી ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ http://smc.city/NationalGames લોન્ચિંગ
  • ગૃહરાજયમંત્રીના હસ્તે શહેરના વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને ચેક વિતરણ

આ પ્રસંગે સુરત શહેરના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગૃહરાજયમંત્રીએ દેશના અલગ અલગ રાજ્યમાંથી આવતા 7500 ખેલાડીઓની યજમાની કરતા ગુજરાતની વ્યવસ્થા અને જુસ્સાને બિરદાવતા’ માત્ર ત્રણ મહિનામાં કરેલી નેશનલ ગેમ્સની ઐતિહાસિક તૈયારી વિશે માહિતી આપી. સુરત મહાનગર પાલિકાની અદભૂત કામગીરીને બિરદાવીને શહેરીજનોની સાથે શાળાના સંચાલકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રમતવીરોનું સ્વાગત કરવાનો અનુરોધ કર્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે, લોકોને કલાના માધ્યમથી જોડવાના હેતુથી નેશનલ ગેમ્સ અંતર્ગત તમામ મહાનગરપાલિકામાં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન પણ કરાયું છે.

harsh sanghvi, home minister
harsh sanghvi, home minister

આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ વેબસાઇટ દ્વારા રજી્ટ્રેશન થકી તમામ શહેરીજનોને નેશનલ ગેમ્સ સાથે જોડવા અને રમતવીરોને વધામણા કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેશનલ ગેમ્સ દરમિયાનના માહોલ વિશે કરતા તેમણે કહ્યું કે,આ વર્ષે ગરબામાં સુરત અને ગુજરાતનું નજરાણું અલગ હશે જ્યાં દિવસભર ખેલાડીઓ રમશે અને રાત્રે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે. જે થકી દેશભરના ખેલાડીઓ અહીંની સંસ્કૃતિની અવગત થશે. તેમજ પોલીસની એ. ટી.એસ ટીમ દ્વારા થયેલી ડ્રગ ડ્રાઇવ વિશે યુવાઓને ગૃહરાજયમંત્રીએ જાણકારી આપીને ગુજરાત પોલીસના ભગીરથ કાર્ય બદલ તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

national games awareness campaign in surat
national games awareness campaign in surat

આ પ્રસંગે જૂડો, કરાટે, સ્કેટિંગ, કબડ્ડી, દોરડા ખેંચ જેવી રમતો નું પ્રદર્શન પણ કરાયું હતું જે વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મનપા કમિશનર બચ્છાનિધી પાની, વીર નર્મદ યુનિ.ના કુલપતિ કિશોરસિંહ ચાવડા, , જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કુ.રાધિકાબેન લાઠિયા તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button