રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રિટિશ મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યા છે. જે અંગેવિદેશ મંત્રાલયએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ 17-19 સપ્ટેમ્બર સુધી બ્રિટનની મુલાકાતે જશે. જ્યાં તા. 19 સપ્ટેમ્બરે રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. ત્યારે એલિઝા બેથના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના લગભગ 500 રાષ્ટ્રીય અધ્યક્ષો અને પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનો હાજરી આપવા છે. તેમાં ભારત તરફથી નવ નિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજરી આપવાના છે.રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે:
રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ વેસ્ટમિંસ્ટર એબી ખાતે કરવામાં આવશે. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ લંડન પહોંચી રહ્યા છે, તેઓ પણ રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ત્યારે આ દિવસને બ્રિટનમાં જાહેર રજાનું એલાન કરવામાં આવ્યુ છે. ક્વીન એલિઝાબેથનો મૃતદેહ મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન પહોંચ્યો હતો. તેમના શબપેટીને વેસ્ટમિન્સ્ટર હોલમાં ચાર દિવસ સુધી રાખવામાં આવશે અને સોમવારે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.
બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 8 સપ્ટેમ્બરે અવસાન થયું છે. 96 વર્ષીય એલિઝાબેથે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુ બાદ બ્રિટનના શાહી પ્રોટોકોલ મુજબ તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. મહેલમાંથી, તેમના શબપેટીને એબરડીન અને ડુન્ડીના ગામો અને નગરોમાંથી, સ્કોટલેન્ડમાં બ્રિટીશ રાજાના સત્તાવાર નિવાસસ્થાન, એડિનબર્ગમાં હોલીરુડહાઉસના પેલેસ સુધી લઈ જવામાં આવે છે. પાર્થિવ દેહને સોમવાર સુધી હોલીરૂડહાઉસ થ્રોન રૂમમાં રાખવામાં આવશે.