વર્લ્ડ

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર, રાષ્ટ્રપતિએ ફરી કટોકટી જાહેર કરી; સંસદ બહાર પોલીસ-પ્રદર્શનકારી વચ્ચે અથડામણ

Text To Speech

શ્રીલંકામાં આર્થિક સ્થિતિ ઘણી જ કથળી ગઈછે, જેના કારણે લોકો સરકારની નીતિનો ભારે વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનોને જોતા રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી ફરી ઈમર્જન્સી લગાવી દીધી છે. હવે સામાન્ય લોકો સરકાર વિરૂદ્ધ રસ્તા પર નહીં ઉતરી શકે. ઈમરજન્સી શુક્રવારે અડધી રાતથી જ લાગુ કરી દેવાઈ છે. સંસદમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા સ્પીકર મહીન્દા યાપા અભયવર્ધનાએ શુક્રવારે જ સંસદ 17 મે સુધી સ્થગિત કરી દીધી હતી. વિપક્ષે પોલીસની કાર્યવાહીનો કડક વિરોધ કર્યો હતો.

ઈમરજન્સી લાગુ થવાથી પોલીસ અને સિક્યોરિટી ફોર્સ મનમાની કરીને કોઈની પણ ધરપકડ કરી શકે છે કે તેની અટકાયત કરી શકે છે. ખાસ તો શ્રીલંકામાં પ્રદર્શનકારીઓને ડામવા માટે રાષ્ટ્રપતિએ આ કટોકટી જાહેર કરી છે.

વિરોધ પ્રદર્શનોને જોતા રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ એક મહિના પછી ફરી ઈમર્જન્સી લગાવી દીધી છે

ગોતાબાયાએ મહિન્દ્રા રાજપક્ષેનું રાજીનામું માગ્યું હોવાની અફવા
શ્રીલંકાના મીડિયાના રિપોર્ટ મુજબ કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેને રાજીનામુ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું હતું કે વચગાળાની સરકાર માટે PM પદ છોડવું પડશે. જોકે PM ઓફિસ તરફથી આ સમાચારનું ખંડન કરાયું છે.

સરકાર વિરૂદ્ધ લોકોમાં ભારે રોષ
આ પહેલાં શ્રીલંકામાં સતત આર્થિક સંકટના કારણે લોકોમાં ગુસ્સો વધી રહ્યો હતો. અવારનવાર સરકાર વિરૂદ્ધ રેલી કાઢવામાં આવી રહી હતી. અવારનવાર સરકાર વિરૂદ્ધ રેલી કાઢવામાં આવતી હતી. હાલમાં પ્રદર્શનકારીઓએ સંસદને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

હાલમાં પ્રદર્શનકારીઓએ સંસદને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

1 એપ્રિલે પણ લગાવી હતી ઈમર્જન્સી
શ્રીલંકામાં બગડતી જતી આર્થિક સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ 1 એપ્રિલે પણ ઈમર્જન્સી જાહેર કરી હતી. જો કે ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે પાંચ દિવસ પછી એટલે કે 6 એપ્રિલ ઈમર્જન્સી હટાવી દીધી હતી. મીડિયા રિપોટ્સ મુજબ આ પહેલા ગુરુવારે પ્રદર્શનકારીઓના એક ગ્રુપે સંસદની પાસેના પોલ્ડુવા જંકશન પરના બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમના વિરૂદ્ધ એકશન લેવાયા હતા.

રાષ્ટ્રપતિ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો
શ્રીલંકાના મુખ્ય વિપક્ષી દળે સરકાર અ રાષ્ટ્રપતિ ગોતાબાય રાજપક્ષે વિરૂદ્ધ હાલ થોડાં દિવસ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે દેશ જ્યારે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે રાજપક્ષેએ પોતાના બંધારણિય દાયિત્વનું નિર્વહન ન કર્યું. મુખ્ય વિપક્ષી દળ સમાગી જન બાલવેગયા (SJB)એ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધાને SLPP ગઠબંધન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસના બે પ્રસ્તાવ સોંપ્યા હતા

ગોતાબાયા રાજપક્ષે અને તેમના મંત્રીમંડળને સત્તા પરથી હટાવવા માટે 225 સભ્યનું સંસદમાં બહુમતી જોઈએ. યુનાઈટેડ પીપલ્સ ફોર્સની પાસે 54 મત છે અને તેમને નાની નાની પાર્ટીઓનું સમર્થન મળશે તેવી આશા છે. સત્તારૂઢ પાર્ટીની પાસે લગભગ 150 મત છે પરંતુ આર્થિક સંકટ દરમિયાન આ સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે કેટલાંક નેતાઓની પાર્ટી વિરોધમાં આવી શકે છે.

Back to top button