અમદાવાદ : ગુજરાત યૂનિવર્સિટી પાસે બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત
અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી રહી છે. ગુજરાત યૂનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દૂર્ઘટના સર્જાતા 7 મજૂરોના મોત થયા છે. એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7લોકોના મોત થયા છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કસ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દૂર્ઘટના બની હતી. મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ બચાવની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : આ તે કેવી કરુણતા ! બાળક દુનિયામાં આવે તે પહેલાં જ રખડતાં ઢોરે લીધો ભોગ
મૃત્યુ પામનાર શ્રમિકો
- સંજયભાઈ બાબુભાઇ નાયક
- જગદીશભાઈ રમેશભાઈ નાયક
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
- મુકેશ ભરતભાઈ નાયક
- મુકેશભાઇ ભરતભાઇ નાયક
- રાજમલ સુરેશભાઇ ખરાડી
- પંકજભાઇ શંકરભાઇ ખરાડી
સામાન્ય રીતે અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં લીફ્ટનો ઉપયોગ માલ સામાનની હેરફેર માટે કરવામાં આવતો હોય છે પરંતુ આ અકસ્માતમાં શ્રમિકો લીફ્ટમાં બેસેલા હોવાનું સામે આવતા ગંભીર બેદરકારી સામે આવી છે.