બોલિવુડનો એક માત્ર વર્સટાઈલ એક્ટર: આયુષ્માન ખુરાના
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા આયુષ્માન ખુરાના 14 સપ્ટેમ્બર 2022ના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેને સોશિયલ મીડિયા પર ચારેબાજુથી અભિનંદન મળી રહ્યા છે. ચાહકો આયુષ્માનને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. તે સાથે જ પત્નિ તાહીરાએ પણ આયુષ્યમાન સાથે કેક કટ કરતો સોશિયલ મીડિયામાં ફોટો સેર કર્યો છે. આજે આયુષ્માન ટોપ એક્ટર્સમાનો એક છે. આયુષ્યમાનનો પોતાનો જ એક અલગ ચાહક વર્ગ છે. આજે ભલે ઈન્ડસ્ટ્રીના આયુષ્યમાનની ગણતરી એ-લિસ્ટ સ્ટાર્સમાં થતી હોય , પરંતુ આ સ્ટેજ પર પહોંચતા પહેલા તેને જીવનમાં અનેક નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આયુષ્યમાનની બોલિવુડમાં શરુઆત સમયમાં એક પછી એક ફિલ્મ ફ્લોપ થતી રહી તે બાદ પણ હાર માન્યા વીના તેણે તેનો સંઘર્ષ જારી રાખ્યો અને તે બાદ અનેક હિટ ફિલ્મો આપી ફેન્સના દિલ જીતી લીધા.
આયુષ્માન ખુરાનાની બોલિવુડમાં એન્ટ્રી
આયુષ્માન ખુરાનાએ પહેલીવાર 2004માં એમટીવી શો ‘રોડીઝ’ દરમિયાન કેમેરાનો સામનો કર્યો હતો. તેણે માત્ર આ શોમાં ભાગ લીધો જ નહીં પરંતુ તેના વિજેતા તરીકે પણ ઉભરી આવ્યો. આ પછી આયુષ્માન પણ આ ચેનલ સાથે વીજે તરીકે જોડાયેલો હતો. જે બાદ 2012 માં તેને ફિલ્મ ‘વિકી ડોનર’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશવાની તક મળી અને તેની પ્રથમ ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થઈ હતી.
આ પછી તેણે ‘નૌટંકીસાલા’, ‘બેવકુફીયાં’ અને ‘હવાઈઝાદા’ કરી, પરંતુ આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ 2015માં આયુષ્માન ખુરાના ફિલ્મ ‘દમ લગાઈ હઈશા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર હતી. આ ફિલ્મ પછી, આયુષ્માનની કારકિર્દીએ ફરી ગતિ પકડી અને એક પછી એક હિટ ફિલ્મો આપીને તે ઇન્ડસ્ટ્રીમાં જામી ગયો. તેની મુખ્ય ફિલ્મોમાં ‘બરેલી કી બરફી’, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’, ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘આર્ટિકલ 15’ અને ‘ડ્રીમ ગર્લ’નો સમાવેશ થાય છે.
અંગત જીવનની વાત કરીએ તો, આયુષ્માન ખુરાનાએ 2011 માં તેની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા, બંનેએ લગભગ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. તે બાદ લગ્ન કરવા અંગેનો નિર્ણય લીધો. રીપોર્ટ અનુસાર તાહિરાના પિતા આયુષ્માનને ખૂબ પસંદ કરતા હતા. એક ઈન્ટરવ્યુમાં આયુષ્માને તે ખુલાસો પણ કર્યો હતો કે તાહિરાના પિતાએ તો એમ પણ કહ્યું હતું કે ‘આ છોકરો તને ખુબ ખુશ રાખશે