જમ્મુ કાશ્મીરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં બરેરી નાળા પાસે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 11 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. બસ સોજીયાનથી મંડી જઈ રહી હતી. ઘટના બાદ તરત જ સ્થાનિક લોકો, પોલીસ અને સેના દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
11 die, 25 injured in minibus accident in J-K's Poonch
Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident pic.twitter.com/15QBXiGwq8
— ANI Digital (@ani_digital) September 14, 2022
આ પહેલા 30 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક કાર રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 16 વર્ષની બાળકી સહિત આઠ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : ડાંગ : ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપમાં ભડકો, એકસાથે 13 નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ