ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડને મોટી સફળતા, મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, પંજાબ જેલનું કનેક્શન

Text To Speech

ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે કડક એકશન મોડમાં છે. ત્યારે ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ફરી એકવાર મોટો જથ્થો પકડી પાડ્યો છે. આજે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે 40 કિલો હેરોઈન ઝડપી પાડયું છે.

Gujarat ATS and Coast guard

  • પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર 6 પાકિસ્તાની ક્રુની પણ અટકાયત કરવામાં આવી છે.

પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન સાથે પકડી પાડવામાં આવી છે.તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે. ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પાન મસાલાને લઈને સરકારે કર્યો નવો આદેશ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

Back to top button