ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં પાન મસાલાને લઈને સરકારે કર્યો નવો આદેશ, ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

Text To Speech

ગુજરાત સરકાર દ્વારા પાન મસાલાને લઈને એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુટકા અને તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. આ તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.

pan masala
File Photo

ગુટકામાં તમાકુ કે નિકોટીનનું પ્રમાણ હોવાથી લોકોના આરોગ્યને ખૂબ જ નુકશાન થાય છે. જેના પગલે નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. જેના પગલે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ડાંગ : ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપમાં ભડકો, એકસાથે 13 નેતાઓએ રાજીનામા આપતા ખળભળાટ

Back to top button