ગુજરાતટોપ ન્યૂઝ

એક આંદોલનનો અંત : તલાટીઓના ભથ્થામાં સરકારે કર્યો વધારો

Text To Speech

છેલ્લા ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન અને ભથ્થા વધારાની માંગણી કરી રહેલા રાજ્યના તલાટી કમ મંત્રીઓની માંગણી પર સરકારે ઠરાવ પસાર કર્યો છે. અગાઉ તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું. જે હવે તલાટી કમ મંત્રીઓને દર મહિને રૂ. 3000 ખાસ માસિક ભથ્થું આપવામાં આવશે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.

Talati Salary Hike

આ પણ વાંચો : દોઢ લાખ આંગણવાડી બહેનો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં, આજથી ફરી શરૂ કર્યું આંદોલન

મંત્રીએ વધુમાં કહ્યું કે, ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થતા આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900/- ના બદલે રૂ.3000નું અપાશે.

તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે

  • તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900/- ના બદલે રૂ.3000 અપાશે
  • આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ
  • આ નિર્ણયનો અમલ 13 સપ્ટેમ્બરથી કરવામાં આવશે
Back to top button