નેશનલ

14.2 કિલોના LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો, કિંમત એક હજારે પહોંચી

Text To Speech

મોંઘવારી વચ્ચે પિસાતી જનતાને ફરી એક મોટો ઝાટકો લાગ્યો છે. ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. આ સાથે જ LPGની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ પહેલા માર્ચ 2022માં LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો.

આ મહિનાની 1લી તારીકે ઓઈલ કંપનીઓએ LPG ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. આ ભાવ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર વધારવામાં આવ્યા હતા. ભાવમાં વધારા બાદ કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમ 2,355.50 રૂપિયા છે. પહેલાં તેની કિંમત 2,253 રૂપિયા હતી.

તો 5 કિલો LPG સિલિન્ડરની કિંમત હવે 655 રુપિયા છે. એક મહિના પહેલા 1લી એપ્રિલે પણ LPG સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાના વધારો કરાયો હતો. આ પહેલા 1 માર્ચે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયા વધારવામાં આવ્યા હતા જ્યારે 22 માર્ચે 9 રૂપિયાનો વધારો કરાયો હતો.

Back to top button