બનાસકાંઠા : ડીસા-પાલનપુરમાં પવન સાથે મેઘાની જોરદાર બેટિંગ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર- ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં બપોરે 2:00 વાગ્યાના સોમવારે ભારે પવન ફૂંકાયો હતો. અને ત્યારબાદ મેઘાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. સતત વરસી રહેલા વરસાદને લઈને વાતાવરણમાં મહદઅંશે ઠંડક પ્રસરી ગઈ હતી.
જિલ્લામાં બે દિવસથી મેઘો મહેરબાન
આમ તો ‘ભાદરવો મહિનો તપે’ તેવી એક માન્યતા ચાલી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. જેમાં ભારે ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. અને સૂર્યદેવ પણ તપતા હતા. જેને લઈને લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સોમવારે બપોરે અને ત્યારબાદ મંગળવારે બપોરે પણ આકાશમાં વાદળો ઘેરાયા હતા. અને બપોરે 2:00 વાગ્યા આસપાસ ભારે પવન ફૂંકાયો હતો. બાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં પાલનપુર- ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જોકે વરસાદ આવતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ જણાયા છે. કેમ કે ખેતીના પાકોમાં પિયત માટે જ્યારે પાણીની જરૂર હતી.નતેવા સમયે જ વરસાદનું ફરીથી આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
બનાસકાંઠા : ડીસા-પાલનપુરમાં પવન સાથે મેઘાની જોરદાર બેટિંગ#banaskantha #Deesa #Monsoon2022 #GujaratRains #Palanpur #GujaratRainUpdate #Gujarat #Humdekhengenews pic.twitter.com/PK3qrShjK4
— Hum Dekhenge News (@humdekhengenews) September 13, 2022
આ પણ વાંચો: યોગીના માર્ગે ધામી સરકાર, હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો થશે સર્વે
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા જોવા જઈએ તો સૌથી વધુ વરસાદ ધાનેરામાં 35 મી.મી. અને ડીસામાં 20 મી.મી. વરસાદ નોંધાયો છે. બાકીના બાર તાલુકાઓમાં 1 થી 10 મી.મી. વરસાદ થયો હોવાનો સુત્રોએ જણાવ્યું છે.
સતત વરસાદથી માર્ગો પર પાણી રેલાયા
ડીસા તેમજ પાલનપુરમાં બપોરે શરૂ થયેલા વરસાદને લઈને હાઇવે વિસ્તાર, જલારામ મંદિર, એસટી સ્ટેશન, ત્રણ હનુમાન રોડ તેમજ રેજીમેન્ટ વિસ્તાર જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદથી પાણી ભરાયા હતા. જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.