રાજ્યમાં એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારના 1 વર્ષની આજે ઉજવણી ચાલી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારને શુભેચ્છા પાઠવી હતી. જે પછી ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
વિશ્વાસથી વિકાસ યાત્રા સાથે ભાજપે એક તરફ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં આજે ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના કાલુપુર સ્ટેશનને 709 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર સ્ટેશન બનાવાશે. શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાજમાં કર્ફ્યુ અને રમખાણોથી પીડાતું ગુજરાત, છેલ્લા 2 દાયકાના સુશાસનના પરિણામે શાંતિ અને સમૃદ્ધિના પથ પર નિરંતર આગળ વધી રહ્યું છે.
– કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah pic.twitter.com/5dTi7ekjGs
— BJP Gujarat (@BJP4Gujarat) September 13, 2022
આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતાં શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં તોફાનો, બોમ્બ ધડાકા અને કર્ફ્યુ જોવા મળતું હતુ પરંતુ ભાજપના રાજમાં આ તમામ ઘટનાઓ ગુમ થઈ ગઈ છે. અમિત શાહે ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ભૂપેન્દ્રભાઈએ આક્ષેપોના વળતા પ્રહાર કર્યા વિના મૌન રહીને કામથી નક્કર જવાબ આપી સાબિત કરી દીધું કે બોલ્યા વિના કામ કરવાની તાકાત કેટલી મોટી હોય છે.
ગુજરાતના સર્વાંગી વિકાસે વિરોધીઓના મોં સીવી દીધા છે
– કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah pic.twitter.com/IE3mQQAUSD
— BJP Gujarat (@BJP4Gujarat) September 13, 2022
છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેના પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે, કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલી મફતની ઘોષણાઓની જનતા પર કોઈ અસર નહીં થશે. અમિત શાહે સપનાના વેપાર કરનારાને સફળતા નહીં મળે એમ કહી કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. અમિત શાહે એવો પણ દાવો કર્યો છે કે, ભાજપ 2/3 બહુમતી સાથે ફરી સરકાર બનાવશે.
આ પણ વાંચો : સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં દેશનું કેન્દ્ર બનશે ગુજરાત, રૂ.1 લાખ 54 હજાર કરોડના થયા MOU
ડબલ એન્જિન સરકારે આપી વિકાસને ગતિ
કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે. ગુજરાતે પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ, ઉત્પાદન, પશુપાલન અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો જેવા દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ધોલેરા સર, ડાયમંડ સિટી, ગિફ્ટ સિટીનો ગુજરાતમાં ઝડપથી વિકાસ થયો છે અને ગુજરાતની મહિલાઓ અને પુરુષોને તમામ સામાજિક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. ઉપરાંત તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી હતી.