ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
આ પણ વાંચો : ભારતમાં વધુ એક ‘સીલીકોન વેલી’ બની શકે છે ગુજરાત, સેમીકન્ડકટર ક્ષેત્રે સૌથી મોટું રોકાણ કરશે વેદાન્તા
હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે. જેના દ્વારા રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.
મુખ્યમંત્રીએ આ અવસરે ક્હ્યુંકે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. તેમજ વડાપ્રધાનના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ આગળ લઈ જવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી.આ સમયે સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણી,મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્ય મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા તથા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ અને ફોક્સકોન ગ્રુપના બ્રેઈન હો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
India's own Silicon Valley is a step closer now. #India will fulfil the digital needs of not just her people, but also those from across the seas. The journey from being a Chip Taker to a Chip Maker has officially begun…Jai Hind! ???????? (4/4)
— Anil Agarwal (@AnilAgarwal_Ved) September 13, 2022
સીલીકોન વેલીનું સપનું
નોંધનીય છેકે, તાજેતરમાં 6 સપ્ટેમ્બરના જ વેદાન્તા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સત્તાવાર કોઈ જાહેરાત થઇ ન હતી પણ અનિલ અગ્રવાલે ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે મહત્વની બેઠક પૂર્ણ થઇ છે અને ભારતમાં બીજી સીલીકોન વેલીનું સપનું પૂરું કરવાના દિવસો આવી રહ્યા છે. આ દિશામાં હવે ગુજરાત સરકાર સાથે કારર થયા બાદ વેદાન્તા ગ્રુપ આગળ વધી શકે છે.