ટોપ ન્યૂઝબિઝનેસ

શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી, સેન્સેકસ 349 અંકની તેજી સાથે 60464 પર ખૂલ્યો

Text To Speech

શેરબજારમાં સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં સતત તેજી સાથે શરૂઆત થઇ છે.આ સાથે બેન્કિંગ શેરોની મજબૂત કામગીરીથી શેરબજારને ટેકો મળ્યો હતો. આજના કારોબારમાં BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 339 પોઈન્ટના ઉછાળા સાથે 60,454.13 પર ખુલ્યો. NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી  88.30 પોઈન્ટ વધીને 18,024.65 પર ખુલવામાં સફળ રહ્યો છે. મહત્વનું છે કે, શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ  300 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવે છે.

સેન્સેકસ 349 અંકની તેજી સાથે 60464 પર ખૂલ્યો

12 સપ્ટેમ્બરના રોજ સતત ત્રીજા દિવસે બજાર તેજી સાથે બંધ રહેવામાં સફળ રહ્યું. સારા વૈશ્વિક સંકેતોના દમ પર સેન્સેકસ ગઇકાલે 0.50 ટકા વધીને બંધ રહેવામાં સફળ રહ્યું. તમામ સેકટરોલ ઇન્ડેકસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેકસ 18 ઑગસ્ટ બાદ પહેલી વખત 60000ને પાર બંધ રહેવામાં સફળ રહ્યું હતું. સેન્સેકસ 322 અંકની તેજી સાથે 60115ની સપાટી પર બંધ રહ્યું હતું. તો નિફટી 103 અંકની તેજી સાથે 17936 પર બંધ રહ્યું હતું.

Back to top button