આજે બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીનો જન્મદિવસ, જાણો તેના જીવનની જાણી અજાણી વાતો
મહિમા ચૌધરી બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. મહિમાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ પરદેસથી કરી હતી જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં મહિમા સાથે શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. ફિલ્મમાં મહિમાના કામના ખૂબ વખાણ થયા હતા. મહિમાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પરંતુ મહિમાએ તેના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. થોડા સમય પહેલા મહિમાએ ખુલાસો કર્યો હતો કે તેને બ્રેસ્ટ કેન્સર છે. મહિમા સારવાર હેઠળ છે. તેની સારવાર દરમિયાન તે કામ પણ કરે છે અને પુત્રીના ઉછેરની પણ સંપૂર્ણ કાળજી લે છે. મહિમાના જન્મદિવસ પર તે જણાવે છે કે કેવી રીતે તેણે પોતાના અંગત જીવનમાં દરેક મુશ્કેલીનો નિર્ભયતાથી સામનો કર્યો છે.
View this post on Instagram
અકસ્માત
જ્યારે મહિમા ચૌધરીએ તેની કારકિર્દીની શરૂઆત જ કરી હતી, ત્યારે તેની સાથે એક ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતથી તેનો ચહેરો બગડી ગયો હતો. આ અંગે મહિમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી 2 ફિલ્મો પરદેશ અને દાગ પછી હું અજય દેવગનની ફિલ્મ દિલ ક્યા કરેમાં કામ કરી રહી હતી. તે સમયે સ્ટુડિયોમાં જતી વખતે મારો અકસ્માત થયો હતો. જેમાં મારા ચહેરા પર કાચના ટુકડા ઘુસી ગયા હતા. હોસ્પિટલમાં મે જયારે મારો ચહેરો જોયો તો હું ડરી ગઈ મારા ચહેરા પણ કાચના ઘસરકા હતા જેના લીધે મારો ચહેરો સંપૂર્ણપણે બગડી ગયો હતો. મે સર્જરી કરાવી ચહેરા પર લાગેલા 67 કાચના ટુકડા કઢાવ્યા હતા
લગ્નજીવનમાં ભંગાણ
મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2013માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ લગ્નથી મહિમાને એક પુત્રી છે જેનું નામ એરિયાના છે. જે અભિનેત્રી સાથે રહે છે.
છૂટાછેડા પર મહિમાએ શું કહ્યું?
મહિમાએ કહ્યું હતું કે પહેલા તો કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ પછી મેં માતા-પિતાને કહ્યું નહીં કારણ કે મને લાગ્યું કે લગ્નજીવનમાં સમસ્યા આવે કરે. જો કે સમસ્યાઓ વધતી ગઈ. હું દુખી રહેવા લાગી. મારી બે કસુવાવડ થઇ ગઈ. ત્રીજુ બાળક જયારે આવ્યું ત્યારે મારે કયાંક જવું હોય તો મારે મારી માતાની મદદ લેવી પડતી. જયારે માતાના ઘરે હું હોઉં તો મને ઘણી શાંતિ લાગતી. જેથી હું સમજી ગઈ કે મારે શું કરવું જોઈએ.
સિંગલ મધર
મહિમા એકલી દીકરીનો ઉછેર કરી રહી છે. આ વિશે વાત કરતાં મહિમાએ કહ્યું હતું કે હું સિંગલ મધર હતી અને મારે પૈસા કમાવવાની જરૂર હતી. બાળક સાથે ફિલ્મો કરવી મુશ્કેલ બની જાય છે કારણ કે પછી તમારી પાસે બાળક સાથે સમય પસાર કરવાનો સમય નથી રહેતો. પછી મેં કેટલાક ટીવી શોને જજ કરવાનું શરૂ કર્યું. અમુક કાર્યમાં રિબન કટિંગ માટે જાઉં છું. આનાથી મને ઝડપી અને સારા પૈસા મળ્યા. હવે જ્યારે હું પાછું વળીને જોઉં છું તો મને ખ્યાલ આવે છે કે હું આ બધામાં એક અભિનેત્રી તરીકે નિષ્ફળ ગઈ છું.