આજે અંગારીકા ચૌથ: જાણો મહત્વ અને શુભ મુહૂર્ત
13 સપ્ટેમ્બર 2022ને મંગળવારે અંગારીકા ચતુર્થી છે. અંગારીકા ચોથએ સૌથી મોટામાં મોટી ચોથ માનવામાં આવે છે. તેમજ આ ચોથ હિન્દુ ધર્મના એક તહેવારના રુપે ઉજવવામાં આવે છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની ચોથની તિથિને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે. સંકટ ચતુર્થીને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ચતુર્થીનો ઉપવાસ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. સંકષ્ટ ચોથને સંકટ હરનાર ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંગારકી ચતુર્થીનું મહત્વ:
આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે વ્રત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિને આખા વર્ષમાં આવતી ચતુર્થીનો લાભ મળે છે. આ સાથે અંગારીકા ચતુર્થીનું વ્રત રાખવાથી જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે. આ સિવાય શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે આ દિવસે વ્રત રાખવાથી મુખ્યત્વે પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને જીવનમાં પ્રગતિના માર્ગો તરફ આગળ વધી શકાય છે. જો કે સંકટ ચતુર્થી મહિનામાં બે વાર આવે છે, પરંતુ મંગળવારે આવતી ચતુર્થીને અંગારીકા ચતુર્થી કહેવામાં આવે છે અને આ દિવસે વિઘ્નોના માંથી છુટકારો મેળવવા વ્રત રાખીને શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ચતુર્થીંમાં ચંદ્ર દર્શનનુું મહત્વ રહેલું છે.
અંગારીકા ચતુર્થી 2022 શુભ મુહૂર્ત:
શુભ બ્રહ્મ મુહૂર્ત 4:49 AM થી 5:36 AM સુધી અમલમાં આવશે,
જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે 12:10 થી 1:00 PM સુધી ચાલશે.
વિજયા મુહૂર્ત બપોરે 2:39 થી 3:29 PM વચ્ચે થવાની સંભાવના છે,
જ્યારે ગોધુલી મુહૂર્ત સાંજે 6:35 થી 7:00 PM સુધી છે.
ચંદ્ર દર્શનનો સમય:
આજના દિવસે ચંદ્ર દર્શનનુ શુભ મુહૂર્ત રોત્રે 9 45 કલાકે છે . આ વ્રતમાં ચંદ્ર દર્શન બાદ જ પ્રસાદી ગ્રહણ કરી શકાય છે.