ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Text To Speech

રાજ્યમાં ફરી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. દરિયામાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હજુ આગામી 3 દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, આણંદ, વડોદરા, ખેડા અને પંચમહાલમાં વરસાદ વરસી શકે છે. 14 ઓગસ્ટે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, ભાવનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના મતે 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ, વાપી સહિત અન્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain
Gujarat Rain

હવામાન વિભાગ દ્વારા 15 અને 16 ઓગસ્ટે નવસારી, વલસાડ, ડાંગ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગના મતે મંગળવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : અમદાવાદઃ રીક્ષા ચાલકનું સવારે ડિનર માટે આમંત્રણ, સાંજે પ્રોટોકોલ તોડી CM કેજરીવાલે લીધું ભોજન

Back to top button