CR પાટીલ સુરતના કડોદરાથી ‘વન ડે વન જિલ્લા’ કાર્યક્રમથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે, 35 હજાર કાર્યકરોને સંબોધશે
સુરતઃ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે સુરતના કડોદરાથી ભાજપના ચૂંટણી પ્રચાર ‘વન ડે વન જિલ્લા’ કાર્યક્રમની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત સંગઠનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સીઆર પાટીલ સવારે 10.30 કલાકે અકાલમુખી હનુમાન મંદિર ખાતે જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ 12.30 કલાકે સ્વરાજ આશ્રમ, બારડોલી ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે.
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતુ કે, સુરત જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરો મળી આશરે 35 હજારથી વધારે પેજ સમિતિ સભ્યો કડોદરા ખાતે એકત્ર થશે. જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન આપી માહિતી પૂરી પાડશે. આ કાર્યક્રમ પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષની આગેવાનીમાં સરદાર શોપિંગ છત્રાલા ફાર્મથી અકળામુખી હનુમાનજીનાં મંદીર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમાર, સુ.ડી.કો.નાં ચેરમેન નરેશભાઈ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ કેતન પટેલ તેમજ ભરતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલા જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.