પાલનપુર : સરકારના કામોને પ્રજા સમક્ષ મુકવા ડીસામાં યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ
પાલનપુર : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કરેલા વિકાસના કાર્યો પ્રજા સમક્ષ રજૂ કરવા દરેક જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેમાં ડીસા અને કાંકરેજ તાલુકા નો કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર શરૂ કરી દીધા છે.
હવે રાજ્ય સરકાર પણ પોતે કરેલા વિકાસના કામો પ્રજા સમક્ષ રજૂ કરી ફરીથી પ્રજાનો વિશ્વાસ કેળવવા વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં દરેક તાલુકા કક્ષાએ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા અને કાંકરેજ તાલુકાના કાર્યક્રમ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે ડીસા પ્રાંત અધિકારી યુ.એસ. શુક્લ, ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠકકર થરા પાલિકા પ્રમુખ પૃથ્વીરાજ વાઘેલા ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન બોકરવાડિયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર,જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૈલાસભાઈ ગેલોત ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર, કાંકરેજ મામલતદાર સહિત વિવિધ ગામોના સરપંચ તલાટી સહિત સરકારી અધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી.