ઉત્તર ગુજરાતગુજરાત

જંગલ દર્શન : ડીસા ચૌધરી સમાજ દ્વારા યોજાયો ટ્રેકિંગ કાર્યક્રમ

Text To Speech

પાલનપુર : ડીસા શહેર ચૌધરી સમાજના પરિવારો માટે સમાજની કારોબારી દ્વારા માઉન્ટ આબુ ખાતે એક દિવસીય ટ્રેકિંગ અને જંગલ દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કાર્યક્રમનો પ્રારંભ માઉન્ટ આબુ પર્વત ઉપર આવેલા આરણા ગામ કેમ્પથી કરવામાં આવ્યો હતો. આરણા કેમ્પથી ટાઈગર પથ પર પ્રારંભાયેલ આ ટ્રેકિંગમાં કુલ આઠ કીલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. ટ્રેકિંગ દરમ્યાન ચાર કીલોમીટરના અંતરે પારિવારિક ભાવનાને ઉજાગર કરતુ સમૂહમાં વનભોજન રાખવામાં આવ્યું હતું.

ટ્રેકિંગ

દરેક વ્યક્તિઓએ પોતાના ઘરેથી તૈયાર કરીને લાવેલ સ્વાદિષ્ટ સમૂહ ભોજને ઉદરતૃપ્તીની સાથે સાથે બીજાને ખવડાવીને ખાવું એ લોક સંસ્કૃતિનાં દર્શન કરાવ્યાં હતાં. કાર્યક્રમના અંતમાં સૌ કોઈએ સાથે મળીને સમૂહ ગરબા, અર્બુદા માતાનાં દર્શન અને માઉન્ટ પરિભ્રમણ કરી શક્તિ- ભક્તિ અને આનંદની અનુભૂતિ કરી હતી.

ટ્રેકિંગ

આ કાર્યક્રમને સફળ બનાવવા ડીસા શહેર ચૌધરી સમાજના વર્તમાન પ્રમુખ ભાનુભાઈ પટેલ, ઉપપ્રમુખ આનંદભાઈ ચૌધરી, મંત્રી રમેશભાઈ ચૌધરી, સહમંત્રી ડૉ.રમેશભાઈ પટેલ, કારોબારી સમિતિના સભ્ય હિતેષભાઈ પટેલ, દાનાંભાઈ પટેલ, ભગાભાઈ ચૌધરી, વિનોદભાઈ ચૌધરી, ભાવેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ખુશાલભાઈ પરમાર અને ગૌરવભાઈ ઠક્કરે સાથે રહી ગાઈડ તરીકેની ભૂમિકા નિભાવી હતી. આયોજકો તરફથી ચા- અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રૈકિંગ કાર્યક્રમમાં 60 સભ્યોએ ભાગ લીધો હતો.

Back to top button