ઉત્તર ગુજરાતગુજરાત

સેવા : ડીસાના રાણપુરમાં ગાયો માટે તૈયાર કરાયા આયુર્વેદિક લાડુ

Text To Speech

પાલનપુર : રાણપુર આથમણા વાસ મેલડી ધામ મિત્ર મંડળ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા લંમ્પી વાયરસથી પીડાતી ગૌમાતાની વહારે આવી સતત પાંચમી વખત આયુર્વેદિક લાડું બનાવ્યા છે. સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક પશુઓના મોત થતાં જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. ત્યારે લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા રસી મુકવામાં આવી રહી છે.

આયુર્વેદિક લાડુ

સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ મેલડી ધામ મિત્ર મંડળ રાણપુર દ્વારા લંમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે ગૌ માતાને બચાવવા સતત પાંચમી વખત 500 થી વધુકિલોના દેશી આયુર્વેદિક લાડુ બનાવ્યા છે. જડીબુટ્ટીની આયુર્વેદિક વસ્તુથી બનાવી મેલડી ધામ મિત્ર મંડળ ગ્રુપના સભ્યો અને ગામના યુવાનો તનતોડ મહેનત કરી ગામમાં રખડતી તમામ ગાયોને લાડુ ખવડાવી રહ્યા છે.

Back to top button