ગુજરાત

અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે જાહેર કરી વધુ એક ‘ગેરેન્ટી’ યોજના

Text To Speech

હાલમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એડી ચોટીનું જોર લાગી રહ્યું છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં સંબોધનમાં કેજરીવાલે જણાવ્યુ કે, ભાજપ લોકોને ડરાવવાનું કામ કરે છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલે જનતાને સવાલ કર્યો કે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. પણ શું એકવાર પણ ભાજપના કોઇ મુખ્યમંત્રી કે મંત્રીએ તમારી સાથે આ રીતે સામ સામે બેસીને આ રીતે સંવાદ કર્યો છે? ક્યારેય તમને સન્માન આપ્યુ છે ? તમારા ઘરે ભોજન કરવા આવ્યા છે ? પણ અમે તમને પોતાના માનીએ છીએ, અમે તમને અમારા પરિવારનો ભાગ માનીએ છીએ એટલે અમે તમારુ સન્માન પણ કરીએ છીએ. આ સાથે જ અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે ભાજપ લોકોને ડરાવવાનું કામ કરી રહી છે.

આ પણ વાંચો : AAPની ઓફિસમાં દરોડાને લઈને અમદાવાદ પોલીસે કહ્યું- કોઈ રેડ પાડી નથી; ઈટાલિયાએ કહ્યું- નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી લોકો આવ્યા હતા

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, અમારી સરકાર આવશે તો દરેક રિક્ષાવાળાના છોકરા ડોક્ટર અને એન્જીનિયર બનશે. તમારા બાળકને અમે સારી શિક્ષા અપાવીશુ. તમારુ બાળક તમારા ઘરની ગરીબી દુર કરશે. સાથે જ તેમણે મહિલાઓના ખાતામાં દરમહિને એક એક હજાર રૂપિયા આપવાની પણ વાત કરી હતી. તેમણે જો કોઇ પરિવારમાં મા, દીકરી અને પત્ની હોય તો ત્રણેયના એક એક હજાર એમ ત્રણ હજાર રુપિયા ખાતામાં નાખવાની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ચૂંટણી પહેલાં જ BTP એ ‘ટોપીવાલા’નો સાથ છોડ્યો, લગાવ્યા ગંભીર આરોપ

Back to top button